Not Set/ ડિસા-પાલનપુરમાં ફરી લાગુ કરાયું આંશીક લોકડાઉન, બનાસ કલેક્ટરે કર્યા આવા આદેશ…

બનાસકાંઠાનાં પાલનપુર-ડીસાની બજારો 4 વાગ્યા પછી બંધ રહેશે. જી હા, ગુજરાતમાં વધી રહેલા કોરોનાનાં કહેરને કારણે લોકો અને તંત્ર બનેં ફફડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ફરી આંશીક લોકડાઉન અમલી કરવામાં આવ્યું હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે.  કોરોના સંક્રમણને લઈ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા પછી બંધ […]

Gujarat Others
20446f01d6e2cc1bd9ff7ae004cef04d ડિસા-પાલનપુરમાં ફરી લાગુ કરાયું આંશીક લોકડાઉન, બનાસ કલેક્ટરે કર્યા આવા આદેશ...

બનાસકાંઠાનાં પાલનપુર-ડીસાની બજારો 4 વાગ્યા પછી બંધ રહેશે. જી હા, ગુજરાતમાં વધી રહેલા કોરોનાનાં કહેરને કારણે લોકો અને તંત્ર બનેં ફફડી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ફરી આંશીક લોકડાઉન અમલી કરવામાં આવ્યું હોય તેવુ પ્રતિત થઇ રહ્યું છે. 

કોરોના સંક્રમણને લઈ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ પાલનપુર અને ડીસામાં 4 વાગ્યા પછી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જો કે, સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી બજાર રાબેતા મુજબ ખુલ્લું રહેશે. 4 વાગ્યા પછી શહેરની તમામ દુકાનો બંધ રહેશે. જાહેરનામાં પ્રમાણે માત્ર ડેરી અને મેડિકલને ખુલ્લા રાખવા માટેની છૂટછાટ અપાઈ છે. 

જાહેરનામું 10 જુલાઈ થી 20 જુલાઈ સુધી અમલી રહેશે. અને 4 વાગ્યા પછી પાલનપુર અને ડીસામાં અવર જવર પણ બંધ રહેશે. અત્યંત જરુરી ન હોય તો લોકોએ પોતાનાં ઘરમા જ રહી કોરોના સામેની લડાઇમાં ભાગીદાર થવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews