વડોદરાઃ વડોદરામાં સ્વિમિંગ પુલમાં નિયમિત રીતે સ્વિમિંગ માટે આવતી મહિલાનું સ્વિમિંગ કર્યા પછી મોત થયું છે. વડોદરાના સરદારબાગ સ્વિમિંગ પુલની આ ઘટના છે. મહિલાને સ્વિમિંગ પછી શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મહિલાને તરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેનું નિધન થયું હતું.
હવે મહિલાને આ પ્રકારનો પહેલા કોઈ હિસ્ટરી ન હતો અને તે અહીં નિયમિત રીતે સ્વિમિંગ કરવા આવતી હતી. અચાનક જ બનેલી આ ઘટનાએ સમગ્ર કુટુંબને હતપ્રભ કરી નાખ્યું છે. કુટુંબમાં રોક્કળ મચી ગઈ છે. મહિલાના કુટુંબીજનો સ્તબ્ધ છે. તેમના માટે આખી બાબત અકલ્પનીય છે. તેઓ વિચારી જ શકતા નથી કે હજી થોડા દિવસ પહેલા બોલતી ચાલતી વ્યક્તિ આ રીતે અંતિમ શ્વાસ કઈ રીતે લઈ શકે. મહિલા રહે છે તે સોસાયટીમાં પણ ગમગીની વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો:અમદાવાદના સિવિલ હોસ્પિટલના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર
આ પણ વાંચો:પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ
આ પણ વાંચો:કલેકટરની દરમિયાનગીરી પછી હિમાદ્રી રેસિડેન્સીના બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ