Patan-Drowned/ પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

પાટણમાં ત્રણ વ્યક્તિઓ તળાવમાં ડૂબ્યા છે. પાટણમાં મણંદ નજીક તળાવમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. તેમા એક મહિલા અને બે પુરુષ તળાવમાં ડૂબ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે મહિલાને તો બચાવી લીધી છે

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 04 22T112342.278 પાટણમાં ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા, મહિલાને બચાવાઈ

પાટણઃ પાટણ (Patan) માં ત્રણ વ્યક્તિઓ તળાવમાં ડૂબ્યા છે. પાટણમાં મણંદ નજીક તળાવમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી ગયા છે. તેમા એક મહિલા અને બે પુરુષ તળાવમાં ડૂબ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે મહિલાને તો બચાવી લીધી છે, પરંતુ એક પુરુષની શોધખોળ જારી છે. એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.  હવે આ ત્રણ જનારા એક જ કુટુંબના છે કે આત્મહત્યાનો મામલો છે અથવા અકસ્માત છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટનાના સમાચાર મળવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. તેણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અને મહિલાને સારવાર માટે મોકલી આપી છે. પોલીસનું કહેવું છે કે તેણે ઘટનાસ્થળની સાથે તેમના સગાસંબંધીઓની સુધ લઈ તથા મૃતકોના મોબાઇલ ફોનના આધારે તેમની વિગતો મેળવીને તેમને જાણ કરી છે. હાલમાં આ મુદ્દે કોઈપણ ફોડ પાડવાનો પોલીસે ઇન્કાર કર્યો છે. પોલીસનું કહેવું છે કે મહિલા નિવેદન આપવાની સ્થિતિમા આવે તેના પછી આ બાબત પર પ્રકાશ પડશે. આ આખી એક જ ઘટના છે કે જુદી-જુદી ઘટના છે તે પણ જોવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્

આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી

આ પણ વાંચો:‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’