objection/ ‘રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?’

લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા 19 એપ્રિલે પૂર્ણ થઈ ગયા બાદ 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ બેઠક પર કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 4 અપક્ષ અને 2 ડમી સહિત કુલ 6 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા છે.

Top Stories Gujarat Rajkot Politics
Beginners guide to 2024 04 21T102436.070 'રૂપાલાએ 300ના બદલે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સોગંદનામુ રજૂ કર્યુ હોવા છતાં તેમનું ફોર્મ માન્ય કેવી રીતે?'

@ ધ્રુવ કુંડેલ

રાજકોટઃ લોકસભા ની ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા 19 એપ્રિલે પૂર્ણ થઈ ગયા બાદ 20 એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ બેઠક પર કુલ 16 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી 4 અપક્ષ અને 2 ડમી સહિત કુલ 6 ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા છે અને બાકીના 10 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. આ વચ્ચે અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ અમાન્ય હોવા છતાં તેને માન્ય ગણવામાં આવ્યું છે.

ફોર્મના અંદરનું સોગંદનામું ₹ 300 ના સ્ટેમ્પના બદલે ₹ 50 ના સ્ટેમ્પ પર રજૂ કરવામાં આવ્યું છે. રાજકોટ બેઠકના અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ મીડિયા ને જણાવ્યું હતું કે, આજે 11 વાગ્યે ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં ચૂંટણી અધિકારી દ્વારા તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. મારો પ્રથમ વારો હતો. મારું ફોર્મ માન્ય હતું અને મારા પછી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા હતા. જેમના ફોર્મમાં ખામી હોવા છતાં ચૂંટણી અધિકારીએ તેમને માન્ય ગણાવ્યું છે.

આ બાબતે મેં રૂબરૂ લેખિત રજૂઆત પણ કરી છે કે, ફોર્મ ભરતા સમયે આપેલ સૂચના મુજબ સોગંદનામું 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર તૈયાર કરવું, જેની સામે પરષોત્તમ રૂપાલાએ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું ફોર્મમાં રજૂ કર્યું છે. માટે આ ફોર્મ અમાન્ય થવું જોઈએ, તેવી મારી માંગણી છે. ત્યારે આ અંગે મને તંત્ર તરફથી લેખિતમાં સામે કોઈ જવાબ પણ મળવા પામ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત