Not Set/ આર્ટિકલ 370/ જમ્મુ-કાશ્મીરને લઇને એકવાર ફરી ચીને ખોલ્યુ મોંઢુ, ભારતે કહ્યુ અમારા મામલે દખલ ન કરે ચીન

વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે ચીન દ્વારા અપાયેલા નિવેદનોનો પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેથી ચીન કે અન્ય કોઈ દેશને આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો અધિકાર નથી. અમે અન્ય દેશો પાસેથી આની અપેક્ષા રાખતા નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનાં […]

Top Stories India
Raveesh Kumar આર્ટિકલ 370/ જમ્મુ-કાશ્મીરને લઇને એકવાર ફરી ચીને ખોલ્યુ મોંઢુ, ભારતે કહ્યુ અમારા મામલે દખલ ન કરે ચીન

વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે ચીન દ્વારા અપાયેલા નિવેદનોનો પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેથી ચીન કે અન્ય કોઈ દેશને આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો અધિકાર નથી. અમે અન્ય દેશો પાસેથી આની અપેક્ષા રાખતા નથી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનાં અભિન્ન અંગ છે.

તેમણે કહ્યું કે, આ યુરોપીયન સાંસદો યુરોપનાં વિવિધ દેશો અને જુદા જુદા રાજકીય પક્ષોથી સંબંધિત છે. વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર અને આર્ટિકલ 370 અંગે ચીન દ્વારા અપાયેલા નિવેદનોનો પણ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે, અન્ય દેશો પણ ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો આદર કરશે. વધુમાં તેમણે કહ્યુ કે, તેણે 1963 નાં કહેવાતા ચીન-પાકિસ્તાન સીમા કરાર હેઠળ પીઓકે પાસેથી ગેરકાયદેસર રીતે ભારતીય પ્રદેશો હસ્તગત કર્યા છે.

આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે પણ યુરોપીયન સાંસદોની મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે, સરકારનાં ધ્યાનમાં આ પ્રતિનિધિ મંડળ લાવવામાં આવ્યું હતું કે જે ભારતની મુલાકાતે જઇ રહ્યુ છે. તેમણે કહ્યું કે ભારતની મુલાકાતે આવેલા યુરોપીયન સાંસદોએ ભારત વિશે જાણવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી હતી. એક રીતે તે મૈત્રીપૂર્ણ પ્રવાસ છે. તેમણે કહ્યું કે, આ યુરોપીયન સાંસદો યુરોપનાં વિવિધ દેશો અને જુદા જુદા રાજકીય પક્ષોનાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.