Not Set/ મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ જ જોવા મળશે, શક્તિપ્રદર્શન કરતા નેતાઓની પણ બાદબાકી નક્કી

ભાજપ મવોડી મંડળ દ્વારા ‘નો રીપીટ’ થિયરીને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાત વિધાનસભામાં મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ જ જોવા મળશે. શક્તિપ્રદર્શન કરતા નેતાઓની પણ બાદબાકી નક્કી જ છે. 

Top Stories Gujarat Others
નવા મંત્રીમંડળની

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વિજય ભાઈની સાથે સાથે મંત્રીમંડળના તમામ મંત્રીઓના પણ રાજીનામા પડ્યાં છે. જેને લઇ હાલમાં મંત્રીમંડળનું ગઠનની કામગીરી ચાલી રહી છે. જોકે નવા મંત્રીમંડળમાં ‘નો રિપીટ’ થિયરી લાગુ કરવાને લઈ નેતાઓ અને નેતાઓના સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેને લઇ આજે નવા મંત્રીમંડળની શપથવિધી કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ભાજપ મવોડી મંડળ દ્વારા ‘નો રીપીટ’ થિયરીને લઇ મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ગુજરાત વિધાનસભામાં મંત્રીમંડળમાં ‘નો રિપીટ થિયરી’ જ જોવા મળશે. શક્તિપ્રદર્શન કરતા નેતાઓની પણ બાદબાકી નક્કી જ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા મંત્રી મંડળમાં 3 મહિલા, 7 પાટીદાર, 4 ક્ષત્રિય મંત્રી બનશે. તો 2 કોળી, 2 ઠાકોર, 1 એસસી, 2 એસટીનો પણ સમાવેશ કરવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં વિજયભાઈના રાજીનામા બાદ ભુપેન્દ્રભાઈની નવી ટીમ એટલે કે મંત્રીમંડળની રચના બાબતે જે ઉપર ચિત્ર ઊભું થયું છે અને નેતાઓની જે રીતે નારાજગી વર્તાઈ રહી છે તેવી નારાજગી ભૂતકાળમાં ક્યારેય પણ વરતાઈ નથી. ‘ નો રિપીટ’  થિયરીના આધારે નીતિનભાઈ પટેલ અને બીજા સિનિયર મંત્રીઓએ સત્તા અને ખુરશી ગુમાવી પડે તેવી સ્થિતિ છે. હાલમાં તો ભાજપની ‘નો રિપીટ’ થિયરીને લઇ ભાજપમાં ભડકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ‘નો રિપીટ’ થિયરી ને લઇ  ભાજપના અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ અને નેતાઓના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  ત્યારે હાલમાં નવા મંત્રીમંડળના ગઠનમાં ‘નો-રિપીટ’ થિયરીને લઇ કુંવરજી બાવળીયા અને તેમના સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અખિલ ગુજરાત કોળી સમાજના ગુજરાતના અધ્યક્ષ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  કુંવરજીભાઈ બાવળિયાને નવા મંત્રીમંડળમાં મહત્ત્વનું સ્થાન આપવા માટે પત્ર પણ લખી નાખ્યો છે. અને સ્થાન નહિ મળે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપથી વિમુખ રહેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

ભાજપ માટે કપરા ચઢાણ ? / કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….