Not Set/ અફઘાનિસ્તાનથી ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ

ગત વર્ષે મ્યાનમાર માંથી 18 હજાર કિલો જેટલો સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયો હતો. જે તે સમયે એશિયાનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો માનવામાં આવી રહ્યો હતો. ત્યારે મુન્દ્રામાં 36 હજાર કરતા પણ વધારે કિલોનો જથ્થો પકડાતા સરકારી અજેન્સીઓમાં ખળભળાટ

Top Stories Gujarat Others
DRI

મુન્દ્રા પોર્ટ પર એશિયાનો અત્યાર સુધીની સૌથી મોટો ડ્રગ્સ સિન્ડિકેટ બહાર આવ્યો છે. અફઘાનિસ્તાન થી ઈરાન થઈને કચ્છના મુન્દ્રા પોર્ટ પર પોહચેલા ડ્રગ્સની બાતમીના આધારે DRI અને સ્થાનિક કસ્ટમ વિભાગે બે કન્ટેનર રોકીને તપાસ હાથ ધરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે મોડી રાત સુધી આ તપાસનો સીલસીલો ચાલુ રહ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ટેલકમ પાવડર જાહેર કરીને ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ આંધ્રપ્રદેશ ના વિજયવાડાની પેઢીએ કરેલો, પણ DRI ને બાતમી મળી જતા 2 કન્ટેનરમાં લગભગ 36 બેગ અંદાજિત 36000 કિલો જેટલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમતની તેમજ કયા પ્રકારનો ડ્રગ્સ છે તેની તપાસ ચાલુ છે. પણ લગભગ 2000 કરોડ કરતા પણ વધારેની કિંમત નો ડ્રગ્સ હોવાનું જાણવા મળી રહ્યું છે જે અત્યાર સુધી નો સૌથી મોટો જથ્થો હોવાનું માનવા માં આવી રહ્યું છે.

ગત વર્ષે મ્યાનમાર માંથી 18 હજાર કિલો જેટલો સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયો હતો. જે તે સમયે એશિયાનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો માનવામાં આવી રહ્યો હતો. ત્યારે મુન્દ્રામાં 36 હજાર કરતા પણ વધારે કિલોનો જથ્થો પકડાતા સરકારી અજેન્સીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સૂત્રો પાસે થી મળતી માહિતી પ્રમાણે આ જથ્થો અફઘાનિસ્તાન થી ઈરાન અને ઈરાન થી ભારતમાં ઘુસેડવાનો પ્રયાસ હતો.

ભાજપ માટે કપરા ચઢાણ ? / કોળી સમાજની ચીમકી, -જો કુંવરજી બાવળિયાને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા તો ….