Karnataka/ ટાટા સુમો હાઈવે પર ઉભેલા ટેન્કરને જોરદાર ટક્કર મારી, 12ના ઘટનાસ્થળે જ મોત

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 26T112916.147 ટાટા સુમો હાઈવે પર ઉભેલા ટેન્કરને જોરદાર ટક્કર મારી, 12ના ઘટનાસ્થળે જ મોત

કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે. આ અકસ્માત ગુરુવારે સવારે 7.15 વાગ્યે NH 44 પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો હતો.

આ ઘટનામાં 12ના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકોમાં 8 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. NH 44 પર સામેથી આવી રહેલી ટાટા સુમોએ ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. ટેન્કર અને સુમો વચ્ચેની અથડામણ બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું.સૂત્રોના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે કાર ચાલક રોડ કિનારે ઉભેલા ટેન્કરને જોઈ શક્યો ન હતો અને તેની સાથે અથડાઈ હતી.

ઘટના વિશે માહિતી આપતાં SP ચિક્કાબલ્લાપુરે જણાવ્યું હતું કે, “આજે સવારે 7:15 વાગ્યે NH 44 (બેંગલુરુ-હૈદરાબાદ) હાઈવે પર ચિક્કાબલ્લાપુર નજીક એક માર્ગ અકસ્માત થયો હતો. ટાટા સુમો નંબર AP02CH 1021 એ ટેન્કર નંબર NL01Q1954 ને પાછળથી ટક્કર મારી હતી. ટાટા સુમોમાં મુસાફરી કરી રહેલા 12 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે અને તેને ચિક્કાબલ્લાપુર જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમે ઘટનામાં સામેલ પીડિતો, ડ્રાઇવરો અને વાહનો વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ.


whatsapp ad White Font big size 2 4 ટાટા સુમો હાઈવે પર ઉભેલા ટેન્કરને જોરદાર ટક્કર મારી, 12ના ઘટનાસ્થળે જ મોત


આ પણ વાંચો: US Dream/ અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે

આ પણ વાંચો: Rajasthan/ જમીનના નાના ટુકડા માટે ભાઈએ મોટા ભાઈ ઉપર ટ્રેક્ટર ફેરવી દીધું, જુઓ VIDEO

આ પણ વાંચો: Mumbai-Ahmedabad Bullet Train Project/ બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ