US Dream/ અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે

અમેરિકા 2024થી ભારતીયોની EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી સ્વીકારવાનું જ બંધ કરી દેવાનું છે. આના લીધે અમેરિકા જવા ઇચ્છુક ભારતીયોની ચિંતા ચોક્કસ વધી જશે,

Top Stories India
US Dream અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે

નવી દિલ્હીઃ અમેરિકા 2024થી ભારતીયોની EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી સ્વીકારવાનું જ બંધ કરી દેવાનું છે. આના લીધે અમેરિકા જવા ઇચ્છુક ભારતીયોની ચિંતા ચોક્કસ વધી જશે, કારણ કે તેઓ માર્ગનો ઉપયોગ કરીને અમેરિકા સેટલ થવા માંગતા હતા. આ ઉપરાંત અમેરિકા આગામી વર્ષથી આ અરજી સ્વીકારવાનું બંધ કરશે પછી ક્યારે સ્વીકારશે તે નક્કી નથી.

ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી રહેવાસીનો દરજ્જો આપે છે, જ્યારે EB-2 અને EB-3એ એમ્પ્લોયમેન્ટ આધારિત કેટેગરી છે અને તેમા વેઇટિંગ પીરિયડ ઘણો વધી ગયો છે. હાલમાં લગભગ 11 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. મોટાભાગના એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ટુ અને થ્રી માટે અરજી કરી રહ્યા છે. હવે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ જાહેરાત કરી છે કે તેઓ 2024થી ભારતમાંથી EB-2 અને EB-3 વિઝા અરજી નહીં સ્વીકારે.

યુએસસીઆઇએસે જણાવ્યું હતું કે આ બંને કેટેગરીઓમાં ઢગલાબંધ અરજીઓ આવી છે અને તેનો નિકાલ કરવામાં ઘણો સમય લાગે તેમ છે. આના લીધે આગામી વર્ષમાં તે કોઈ વધારે અરજીઓ સ્વીકારી શકે તેમ નથી. યુએસ ઇમિગ્રેશન કાયદાની જોગવાઈ 203 મુજબ આ નિર્ણય લેવાયો છે. તેના હેઠળ અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે અંદાજ લગાવવાનો હોય છે કે દરેક ક્વાર્ટરમાં કેટલા ઇમિગ્રેશન વિઝાની ડિમાન્ડ રહેશે.

જ્યોર્જિયા સ્થિત એક લો કંપનીના મેનેજિંગ પાર્ટનરે જણાવ્યું હતું કે અમેરિકાની અમુક કાયદાકીય જોગવાઈ અને વણવપરાયેલી ફેમિલી બેઝ્ડ મિગ્રેશન વિઝાના આંકડા ઉપલબ્ધ ન હોવાના લીધે ભારતીયોના ઇબી-ટુ અને ઇબી-3 વિઝાની ફાઇલિંગ તારીખ કેટલાય વર્ષ સુધી આગળ નહીં વધે તેવી પૂરેપૂરી સંભાવના છે.

અમેરિકામાં EB-2 અને EB-3 વિઝા કેટેગરી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ હોય છે. તેમા EB-2 કેટેગરીમાં વધુ એડવાન્સ ડિગ્રીની જરૂર પડે છે અથવા તો તમારી પાસે કોઈ અસાધારણ કૌશલ્ય હોવું જરૂરી છે. જ્યારે EB-3માં કમસેકમ બેચલર્સ ડિગ્રી જરૂરી છે.

અમેરિકાના વિઝાની આ કેટેગરી અંગે નિષ્ણાતોનો અભિપ્રાય છેકે અમેરિકા જેવા સમૃદ્ધ દેશે વધુને વધુ પ્રમાણમાં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝા આપવાની જરૂર છે. હાલમાં 1.40 લાખની વાર્ષિક મર્યાદા ઘણી ઓછી છે. તેમા પણ અમેરિકા દ્વારા આગામી વર્ષે આ કેટેગરી બંધ કરવામાં આવતા ભારતીયોને તો વિઝા નહી મળે તેની સાથે-સાથે અમેરિકાએ સ્થાનિક સ્તરે મોટાપાયા પર કુશળ કર્મચારીઓની અછત અને પ્રતિભાઓની અછતની સ્થિતિનો સામનો કરવો પડશે.

આ સ્થિતિ અમેરિકાના ધીમા પડતા જતા અર્થતંત્રને વધુ ફટકો મારી શકે છે. અમેરિકાનું અર્થતંત્ર આમ પણ ઇમિગ્રન્ટ્સ જ ચલાવે છે, ઇમિગ્રન્ટ્સના લીધે અમેરિકા તેની લેબર કોસ્ટ નીચી રાખવામાં સફળ રહ્યું છે. હવે તેને અટકાવવામાં આવતા અમેરિકન કંપનીઓએ કુશળ કામદારોની અછતનો સામનો કરવો પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 અમેરિકા આગામી વર્ષથી EB-2 અને EB-3 વિઝામાં નવી અરજી બંધ કરશે


આ પણ વાંચોઃ Mumbai-Ahmedabad Bullet Train Project/ બુલેટ ટ્રેનના કારણે શાહીબાગના રહેવાસીઓ પર મોટી આફત, કરી સરકારને ફરિયાદ

આ પણ વાંચોઃ Stock Market/ શેરબજારનો પ્રારંભ જ કડાકાથી, સેન્સેક્સમાં 555 પોઇન્ટનો ઘટાડો

આ પણ વાંચોઃ Israel Hamas War/ ઈઝરાયલ પીએમ નેતન્યાહુએ ભૂમિ આક્રમણ માટે પ્લાન તૈયાર કર્યો!