એક બાજુ ઓછા વરસાદ અને બીજી બાજુ સરકારની ઉપેક્ષાને કારણે રાજ્યના ધરતીપૂત્રો હાલત દયનીય બની છે.
અમરેલીના ધારી તાલુકના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરે એક ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.
મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાવડી ગામે પાક નિષ્ફળ જવાના ડરથી અનકભાઇ ગભરુભાઇ જેબલીયા (ઉ.35) નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીનીની લાગણી છવાઇ ગઇ છે.
છેલ્લા ત્રણ વર્ષથી ખેતીમાં ઉત્પાદન નબળુ આવતું હોવાથી હિંમત હારી આપઘાત કરી લીધો હોવાનું પિતરાઇ ભાઇએ પોલીસને જણાવ્યું હતું.
પોલીસે ખેડૂતનો મૃતદેહને પીએમ માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.