Not Set/ ઝાયડસ કેડિલાની રસીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ

જો આ રસી કટોકટીના ઉપયોગ બાદ સંપૂર્ણપણે મંજૂર થઈ જાય, તો તે ભારતની બીજી સ્વદેશી રસી હશે.

Gujarat
Untitled 225 ઝાયડસ કેડિલાની રસીને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી અપાઈ

   રાજય માં  આ વખતે  કોરોના ના ની બીજી લહેર ભયંકર જોવા મળી હતી જેમાં  અનેક લોકો કોરોના  સંક્રમિત  થયા હતા અને લાખો લોકો  મૃત્યુ  પામ્યા હતા . સરકાર દ્વારા કોરોના કેસો નિયંત્રણ માં લાવવા માટે અથાગ  પ્રયત્નો કરવામાં  આવી રહ્યા  હતા  ત્યારે સરકાર  દ્વારા   દેશમાં ચાલી રહેલી રસીકરણ અભિયાનમાં હવે બીજી રસી ઉમેરવામાં આવી છે. કેન્દ્ર સરકારે ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની 3-ડોઝ કોરોના રસીને મંજૂરી આપી છે. આ રસીનું નામ ZyCov-D છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાની નિષ્ણાત સમિતિએ શુક્રવારે કટોકટીના ઉપયોગ માટે આ રસીને મંજૂરી આપી છે. સમિતિએ ફાર્મા કંપની પાસેથી આ રસીના 2 ડોઝની અસર અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે.

જેનરિક ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડે 1 જુલાઈએ ZyCoV-D ના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરી હતી. 28 હજાર લોકો પર હાથ ધરવામાં આવેલા છેલ્લા તબક્કાના ટ્રાયલના આધારે આ અરજી કરવામાં આવી હતી. રસીની અસરકારકતા દર 66.6 ટકા હોવાનું બહાર આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રસી 12 થી 18 વર્ષની વય જૂથ માટે પણ સંપૂર્ણ પણે સલામત છે.

આ પણ  વાંચો :સરકાર આપવા જઇ રહી છે રાહત, ખાદ્ય તેલનાં ભાવ થશે સસ્તા, જાણો કેવી રીતે

જો આ રસી કટોકટીના ઉપયોગ બાદ સંપૂર્ણપણે મંજૂર થઈ જાય, તો તે ભારતની બીજી સ્વદેશી રસી હશે. અગાઉ, ભારત બાયોટેક અને ICMR એ મળીને પ્રથમ સ્વદેશી કોરોના રસી, કોવેક્સિન બનાવી હતી. અત્યારે દેશમાં કુલ 4 રસીની મંજૂરી આપવામાં આવી છે. Covishield, Covaccine, Sputnik, Moderna. હવે ઝાયડસ રસી ઉમેરીને, આ સંખ્યા વધીને પાંચ થશે.

આ પણ વાંચો : તાલિબાનોના શાસનમાં બદલાઈ નીતિ, ભારત સાથે આયાત-નિકાસ પર મુક્યો પ્રતિબંધ

ઝાયડસ કેડિલાએ કહ્યું હતું કે,’તે મંજૂરી મળ્યા પછી બે મહિનાની અંદર રસી લોન્ચ કરી શકે છે. આ રસી ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. આ રસી સામાન્ય ફ્રીઝરમાં 2 થી 8 ° C પર સંગ્રહિત કરી શકાય છે.’