Not Set/ બનાસકાંઠા: વણસોલ ગામની ગટરનું પાણી ખેતરોમાં ભરાયું, પંચાયતના પાપે ખેડૂતને ભોગવવાનો આવ્યો વારો

બનાસકાંઠા, બનાસકાંઠામાં વડગામના વણસોલ ગામની ગટરનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે. છેલ્લા ઘણાં સમયથી પાણી ભરાયું હોવા છતાં પંચાયતે આંખ આડા કાન કર્યા છે. પંચાયતના પાપે ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે. પંચાયતની અણઆવડતથી રાહદારીઓ સહિત આસપાસના ખેડૂતો હેરાન થઈ ગયા છે. વણસોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને સ્થળ પર જઈને ચકાસવાનો પણ  સમય નથી ડેપ્યુટી સરપંચને […]

Gujarat Others Videos

બનાસકાંઠા,

બનાસકાંઠામાં વડગામના વણસોલ ગામની ગટરનું પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે. છેલ્લા ઘણાં સમયથી પાણી ભરાયું હોવા છતાં પંચાયતે આંખ આડા કાન કર્યા છે.

પંચાયતના પાપે ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે. પંચાયતની અણઆવડતથી રાહદારીઓ સહિત આસપાસના ખેડૂતો હેરાન થઈ ગયા છે.

વણસોલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને સ્થળ પર જઈને ચકાસવાનો પણ  સમય નથી ડેપ્યુટી સરપંચને જાણ કરવા છતાં ખેડૂતને તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો,

ગાયો ભેંસોની ગમાણ સુધી પાણી પહોંચતા પશુઓને પણ આ ગંદા ગટરના પાણીમાં રહેવું પડે છે. અગાઉ પણ ગામનું પાણી ખેતરોમાં વળતાં વિવાદ થયો હતો

ગ્રામ પંચાયતની કામગીરી માત્ર કાગળ પર છે ત્યારે આ મામલે તંત્ર જવાબદારો સામે કોઈ પગલાં ભરશે કે કેમ તે એક સવાલ છે. હાલ તો ખેડૂતો ગટરના પાણીને કારણે પરેશાન છે. હવે ક્યારે આ મામલે કામ શરુ થશે તે જોવાનું રહ્યું.