Election/ AIMIMનાં નેતાઓ ગુજરાત આવ્યા, RSS વડા ભાગવત અને ભાજપ પ્રમુખ નડ્ડા આવશે…

લાગે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીગું ફૂકાઇ ચૂક્યું છે. અને ભાજપ, કોંગ્રેસ, RSS સહિત આમ આદમી પાર્ટી અને AIMIM પણ કમર કસી તૈયારીઓમાં લાગી ગઇ છે. કોંગ્રેસ

Top Stories Gujarat Others
election AIMIMનાં નેતાઓ ગુજરાત આવ્યા, RSS વડા ભાગવત અને ભાજપ પ્રમુખ નડ્ડા આવશે...

લાગે છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશીગું ફૂકાઇ ચૂક્યું છે. અને ભાજપ, કોંગ્રેસ, RSS સહિત આમ આદમી પાર્ટી અને AIMIM પણ કમર કસી તૈયારીઓમાં લાગી ગઇ છે. કોંગ્રેસ ગુજરાતમાં સંગઠનાત્મક દ્વારા પરિવર્તનનાં પવનને હમણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં કારણે ખાડવામાં આવ્યાની સાથે સાથે શિર્ષ નેતાગીરીને બધુ ભૂલી કામે લાગી જવાનું કહી દેવામાં આવ્યું હોવાની વાત વિદિત છે. તો હાલની ચૂંટણીમાં તમામ રાજ્યમાં ઉભરી આવેલ અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ AIMIM પણ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝુકાવી રહ્યાનું સામે આવી રહ્યું છે. ભાજપ દ્વારા પેજ પ્રમુખના પાયાનાં અભિયાન સાથે સ્થાનિક સ્વરાજ્ય માટે કમર કરી લેવામાં આવી હોવાની વાત પણ વિદિત છે. ચૂંટણીની સમિપતા જોતા હવે પૂર્વે જોવામાં આવ્યા પ્રમાણે દેશભરના તમામ પક્ષોના મોટા માથાનાં ગુજરાતમાં વારંવાર ધામા જોવામાં આવશે.

રાજકારણ / એનડીએનું સતત ઘટતું જતું કદ : ભાજપની રાજકીય કુનેહ કે પછી…

AIMIMના મહારાષ્ટ્ર પ્રમુખ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. બીલકુલ અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ AIMIM ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિય ભાગ લેશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે અને માટે જ AIMIMના મહારાષ્ટ્ર પ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ જલીલ અને વારીસ પઠાણ ગુજરાતમાં આવ્યા છે. વડોદરા શહેરથી પોતાના ગુજરાત પ્રવાસનાં શ્રીગણેશ કરતા તેઓ આજે ભરૂચમાં BTPના છોટુ વસાવા સાથે મુલાકાત પણ કરશે. ઉલ્લેખનીય છે કે,  અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ AIMIM અને છોટુ વસાવાના પક્ષ BPTનાં ગઠબંધનની રાજકીય અટકળો આજેકાલ તેજ સંભવાઇ રહી છે. AIMIMના મહારાષ્ટ્ર પ્રમુખ સૈયદ ઇમ્તિયાઝ જલીલ અને વારીસ પઠાણ ગુજરાતમાં ગઠબંધન અંગે છોટુ વસાવા સાથે બેઠક કરશે અને સાથે જ પોતાનો આગળનો માર્ગ પ્રસસ્ત કરતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પણ ચર્ચા થશે. AIMIM ના બંને નેતા સુરતમાં પણ સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજશે.

રાજનીતિ / ઓવૈસી-વસાવા ‘ભાઇભાઇ’ – ગુજરાત ભાજપની વધુ એક ‘બી’ ટીમ તૈયાર ?

 

બીજી તરફ કહી શકાય કે, રાજકીય પક્ષ ન હોવા છતા ભાજપનું પીઠબળ હોવાનું માનવામાં આવતા રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘનાં સરસંઘ સંચાલક એટલે કે RSSનાં વડા મોહન ભાગવત આજે અમદાવાદ આવી રહ્યા છે. RSS વડાની અધ્યક્ષતામાં RSSની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અહીં યોજવામા આવશે. આગામી 3 અને 4 જાન્યુઆરીએ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અમદાવાદમાં મળશે. 5 થી 7 જાન્યુઆરી દરમિયાન અહીં જ RSSની સમન્વય બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે મોહન ભાગવતનાં આ ગુજરાત પ્રવાસમાં સરકાર્યવાહક ભૈયાજી જોશી સહિતનાં સભ્યો સાથે હાજર રહેશે.

રાજનીતિ / મિશન બંગાળ – તૃણમુલનાં તણખલા વડે ભાજપનો માળો બાંધવાની રણનીતિ

સાથે સાથે પોતાનાં માઇક્રો પ્લાનીંગ માટે જાણીતા અને વિશ્વનાં સૌથી મોટા પક્ષ એવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પણ ગુજરાત આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાની ગુજરાત મુલાકાત અનેક રીતે સૂચક જોવામાં આવી રહી છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા કમલમ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજશે અને બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે ચર્ચા કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…