Not Set/ “ટ્રાયલ રન” : દેશની સૌથી ફાસ્ટ ટ્રેન ૭ કલાક કરતા ઓછા સમયમાં દિલ્હીથી પહોંચી સંગમનગરી

નવી દિલ્હી, પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં જ બનેલી સૌથી ફાસ્ટ ટ્રેનને રાજધાની દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડાવીને જોવાઈ રહી છે. ટ્રેન ૧૮ નામની સેમી હાઈસ્પીડ ટ્રેન આ ટ્રાયલમાં ૩૦ મિનિટના વિલંબ બાદ સંગમનગરી પહોંચી છે. આ સફળ ટ્રાયલની ખાસ વાત એ છે કે, ટ્રેન ૧૮ને કાનપુરથી પ્રયાગરાજ સુધીનું ૨૦૦ કિમીનું […]

Top Stories India Trending

નવી દિલ્હી,

પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાંના એક “મેક ઇન ઇન્ડિયા” હેઠળ દેશમાં જ બનેલી સૌથી ફાસ્ટ ટ્રેનને રાજધાની દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દોડાવીને જોવાઈ રહી છે. ટ્રેન ૧૮ નામની સેમી હાઈસ્પીડ ટ્રેન આ ટ્રાયલમાં ૩૦ મિનિટના વિલંબ બાદ સંગમનગરી પહોંચી છે.

આ સફળ ટ્રાયલની ખાસ વાત એ છે કે, ટ્રેન ૧૮ને કાનપુરથી પ્રયાગરાજ સુધીનું ૨૦૦ કિમીનું અંતર માત્ર ૨ કલાકમાં જ કાપ્યું હતું.

thumb 120218032047.jpg?zoom=0 "ટ્રાયલ રન" : દેશની સૌથી ફાસ્ટ ટ્રેન ૭ કલાક કરતા ઓછા સમયમાં દિલ્હીથી પહોંચી સંગમનગરી
national-trial-run-train-18-today-delhi-allahabad-in-6-53-hours-indian raliway

આ પહેલા શુક્રવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી રાત્રે ૧૨ વાગ્યે અને ૫૫ મિનિટે રવાના થઇ હતી અને શનિવારે સવારે ૫.૪૨ વાગ્યે કાનપુર પહોંચી હતી. કાનપુરમાં ૨ મિનિટ રોકાયા બાદ ટ્રેન ૭.૪૮ વાગ્યે સંગમનગરી પહોંચી હતી.

નવી દિલ્હીથી પ્રયાગરાજ સુધી પહોચવા માટે ટ્રેને ૬.૫૩ કલાકનો સમય લીધો હતો. જો કે આ ટ્રેનને ૬.૨૫ કલાકમાં જ પહોચાવાનું હતું.

Du2Ap9GVAAAAWYi "ટ્રાયલ રન" : દેશની સૌથી ફાસ્ટ ટ્રેન ૭ કલાક કરતા ઓછા સમયમાં દિલ્હીથી પહોંચી સંગમનગરી
national-trial-run-train-18-today-delhi-allahabad-in-6-53-hours-indian raliway

અત્રે ઉલ્લેખનીય છે કે, ચેન્નઈની ઇન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે “ટ્રેન ૧૮”ને તૈયાર કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્રેન જૂની શતાબ્દી ટ્રેનોની જગ્યા લેશે.સાથે સાથે આ ટ્રેનમાં એન્જિન નહિ હોય, પરંતુ કોચમાં જ એન્જિનનો ભાગ હશે.

આ ટ્રેનમાં સેફ્ટીનો પણ ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ કારણે કોઈ પણ દુર્ઘટનાની સ્થિતિમાં એક કોચ બીજામાં ઘૂસશે નહિ. સાથે સાથે આ ટ્રેનમાં આધુનિક ફાયર સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.