Not Set/ રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ફાઈટર પ્લેન રાફેલના ડીલ અને રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે અનેક આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે. વિપક્ષી  પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારના નિર્ણય સામે સતત હુમલાઓ બોલવામાં આવી રહ્યો છે અને ઘેરવામાં આવી રહી છે. ડેસોલ્ટ એવિયેશન દ્વારા કરવામાં આવી આ સ્પષ્ટતા આ વચ્ચે ફ્રાન્સની કંપની ડેસોલ્ટ […]

Top Stories India Trending
y web રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ફાઈટર પ્લેન રાફેલના ડીલ અને રિલાયન્સ ડિફેન્સને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે અનેક આરોપ પ્રત્યારોપ જોવા મળી રહ્યા છે. વિપક્ષી  પાર્ટી કોંગ્રેસ દ્વારા મોદી સરકારના નિર્ણય સામે સતત હુમલાઓ બોલવામાં આવી રહ્યો છે અને ઘેરવામાં આવી રહી છે.

ડેસોલ્ટ એવિયેશન દ્વારા કરવામાં આવી આ સ્પષ્ટતા

dassault aviation રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

આ વચ્ચે ફ્રાન્સની કંપની ડેસોલ્ટ એવિએશન દ્વારા બુધવારે ખુલાસો કરવામાં આવ્યો છે કે, “તેઓ દ્વારા ભારતની પ્રાઈવેટ સેક્ટરની કંપની રિલાયન્સ ગ્રુપની સીધી રીતે પસંદગી કરવામાં આવી છે અને રાફેલ એરક્રાફ્ટઅને ફાલ્કન ૨૦૦૦ જેટના પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે ડેસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ (DRAL)નું જોઈન્ટ વેન્ચર કરવામાં આવ્યું છે.

ભારતને અપાશે ૩૬ રાફેલ એરક્રાફ્ટ

ફ્રાન્સીસી કંપની દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, “સપ્ટેમ્બર, ૨૦૧૬માં ભારત અને ફ્રાંસ વચ્ચે કરાયેલા ઇન્ટર ગવર્મેન્ટ એગ્રિમેન્ટ મુજબ, અમારા દ્વારા એક નક્કી સમયમાં ૩૬ રાફેલ એરક્રાફ્ટ ભારતને આપવાના છે”.

Dassault Reliance Joint Venture Indian Defence Power Research Security રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

આ એવિએશન કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “ડેસોલ્ટ દ્વારા ભારતીય રક્ષા ક્ષેત્રના હથિયારોની પ્રાપ્તિ પ્રક્રિયા માટેના ભારતના નિયમો તેમજ આ ડીલ સાથેના કરાર બાદ જ ડેસોલ્ટ એવિયેશન ભારતમાં ખરીદીના મૂલ્યના ૫૦ ટકા મૂલ્યના ઑફસેટ્સ માટે પ્રતિબદ્ધ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડેસોલ્ટ એવિયેશન કંપની દ્વારા ભારતની રિલાયન્સ ડિફેન્સ કંપની સાથે DRALનું જોઈન્ટ વેન્ચર ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું.

૧૧ મે, ૨૦૧૭ના રોજ ડીઆરએએલની કરાઈ રચના

ફાંસની કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રીય વર્કિંગ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ચીફ ઓપરેટિંગ ઓફિસર લૉક સેગલેન દ્વારા ફ્રેન્ચ નિયમોના પાલનમાં ૧૧ મે, ૨૦૧૭ના રોજ ડીઆરએએલની રચના કરાઈ હતી.

રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

ડેસોલ્ટ એવિએશન દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, ” અન્ય સંભવિત ભાગીદારો સાથે વાટાઘાટ ચાલી રહી છે તેમજ BTSL, DEFSYS, કાઇનેટિક, મહિન્દ્રા, મેઈની અને સેમટેલ જેવી કંપનીઓ સાથે પણ ભાગીદારી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

DRALના નાગપુર પ્લાન્ટમાં બનાવાશે એરક્રાફ્ટના પાર્ટ્સ

સાથે સાથે ફ્રાન્સની કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે, DRALનો પ્લાન્ટ નાગપુરમાં છે અને તેનો પાયો ૨૭ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ મૂકવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં પ્રથમ તબક્કામાં ફાલ્કન ૨૦૦૦ બીઝનેસ જેટ અને બીજા તબક્કામાં રાફેલ એરક્રાફ્ટના પાર્ટનું મેન્યુફેક્ચરિંગ કરાઈ રહ્યું છે.

rafale રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

આ ઉપરાંત ડેસોલ્ટ દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે, ફાલ્કન ૨૦૦૦ જેટના પહેલા તબક્કાના પાર્ટ્સઆ વર્ષના અંતે આપવામાં આવશે તેમજ ઉમેરવામાં આવ્યું કે, ફ્રાન્સમાં ભારતના મેનેજર અને કુશળ કારીગરોની આ પાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટેની ટ્રેનિંગ ચાલી રહી છે.

વર્ષ ૨૦૧૨ની UPA સરકાર દરમિયાન થઇ હતી રાફેલ ડીલ

hollande 660 021513083625 રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૨ની UPA સરકાર દરમિયાન રાફેલ ડીલ પર ભારત અને ફ્રાંસ વચ્ચે હસ્તાક્ષર કરાયા હતા. આ કરાર હેઠળ પ્રારંભિક તબક્કામાં ફ્રાંસ પાસેથી ૧૮ ઑફ-શેલ્ફ જેટ ખરીદવાની યોજના બનાવી હતી, સાથે સાથે અન્ય ૧૦૮ જેટના પાર્ટ્સને એરોસ્પેસ અને દેશની રક્ષા ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા દેશમાં એસેમ્બલ કરવામાં આવવાના હતા.

Rafale Deal Facts રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

જો કે ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ ૨૦૧૫માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા UPA સરકારની ડીલને રદ્દ કરાઈ હતી અને ત્યારબાદ ૩૬ “રેડી ટુ ફ્લાઈ” હેઠળ રાફેલ જેટની ડીલ કરાઈ હતી.

આ ડીલ હેઠળ ફ્રાન્સની એરોસ્પેસ કંપની ડેસોલ્ટ એવિએશન દ્વારા રાફેલ જેટની ટેકનોલોજીને ભારત સાથે ટ્રાન્સફર કરવા તેમજ આ એરક્રાફ્ટને ભારતમાં બનાવવા માટે હસ્તાક્ષર કરાયા હતા.

HALની જગ્યાએ આ ડીલ માટે આપવામાં આવ્યું રિલાયન્સ ડિફેન્સનું નામ

૨૦૧૬માં કરાયેલી આ ડીલ બાદ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્તમાન મોદી સરકાર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, “મોદી સરકાર દ્વારા રાફેલ જેટના નિર્માણ મામલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું નામ આપવાના બદલે પ્રાઈવેટ સેકટરની કંપની રિલાયન્સ ડિફેન્સનું નામ આપવામાં આવ્યું હતું.

rafale 1 20180813 630 630 રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

કોંગ્રેસ પાર્ટીના આ આરોપ બાદ જ મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને દિન પ્રતિદિન આરોપ પ્રત્યારોપનો સૂર જોવા મળી રહ્યો છે.

આ છે મુખ્ય વિવાદ

Hal logo રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની વાત કરવામાં આવે તો આ કંપની પાસે ૭૮ વર્ષનો રક્ષા ક્ષેત્રે હથિયારો બનાવવાનો અનુભવ છે અને તે આ ક્લોજમાં માત્ર એક જ કંપની હતી જેના પક્ષમાં નિર્ણય કરવામાં આવવાનો હતો. પરંતુ ડસોલ્ટ દ્વારા HAL સાથે કોન્ટ્રાક્ટ તોડતા અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની સાથે કરાર કરવામાં આવ્યો.

505391 443967 anil ambani reuters રાફેલ ડીલમાં રિલાયન્સના શામેલ થવા અંગે ફ્રાંસની આ કંપનીએ કર્યો સ્ફોટક ખુલાસો, વાંચો
national-rafale-deal-controversy-dassault-freely-chose-reliance-rafale-partnership

જો કે આ કરારની મુખ્ય વાત એ હતી કે, આ સમયે રિલાયન્સ ડિફેન્સ પાસે રક્ષા ક્ષેત્રના મેન્યુફેક્ચરિંગની વાત તો દૂર છે પરંતુ એવિએશન સેક્ટરમાં પણ કોઈ અનુભવ ન હતો.