CAA/ CAA સામે ઇન્ડિયન મુસ્લિમ લીગે દાખલ કરી અરજી

CAA કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં કાયદા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.

Top Stories India Breaking News
Beginners guide to 74 CAA સામે ઇન્ડિયન મુસ્લિમ લીગે દાખલ કરી અરજી

નવી દિલ્હીઃ CAA કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં કાયદા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. અરજીમાં દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈઓને લાગુ કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદા હેઠળ માત્ર અમુક ધર્મના લોકોને જ નાગરિકતા આપવામાં આવશે, જે બંધારણની વિરુદ્ધ છે.

અરજીમાં, મુસ્લિમ લીગે નીચેની દલીલો આપી અને CAA કાયદાના અમલ પર પ્રતિબંધની માંગ કરી. કેન્દ્ર સરકારે સોમવારે જ CAA કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોંધનીય છે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ CAAને પડકારતી રિટ પિટિશન દાખલ કરી હતી. IUML એ CAA વિરુદ્ધ તેની રિટ પિટિશનમાં વચગાળાની અરજી દાખલ કરી હતી, જેમાં IUMLએ દલીલ કરી હતી કે જ્યાં સુધી કાયદો સ્પષ્ટપણે મનસ્વી ન હોય ત્યાં સુધી કાયદાની બંધારણીયતા લાગુ થશે નહીં.

કેમ થઈ રહ્યો છે CAA કાયદાનો વિરોધ?

CAA કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો તેમની સાથે ભેદભાવ કરે છે, જે દેશના બંધારણનું ઉલ્લંઘન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ