Not Set/ રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

રાજ્યમાં શાળા પ્રવેશ મેળવવા માટે RTE અંતર્ગત ફોર્મ ભરાયા હતા, જેમા લગભગ 26 હજાર વિદ્યાર્થીઓની અરજીને રદ્દ કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
11 288 રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત
  • રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની આરટીઇ અરજી રદ
  • અમદાવાદમા 5 હજાર વિદ્યાર્થીઓની અરજી નામંજૂર
  • દસ્તાવેજોમાં ત્રૂટિ હોવાના કારણે અરજી થઇ રદ્
  • દસ્તાવેજમાં ફેરફાર કરવા સમય આપવા થઇ છે રજૂઆત
  • વાલીએ કરેલી રજૂઆતના આધારે નિર્ણય લેવાઇ શકે
  • 15 જુલાઇએ પ્રવેશની મુદત લંબાવાય એવી શક્યતા

રાજ્યમાં શાળા પ્રવેશ મેળવવા માટે RTE અંતર્ગત ફોર્મ ભરાયા હતા, જેમા લગભગ 26 હજાર વિદ્યાર્થીઓની અરજીને રદ્દ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ અરજી રદ થવા પાછળ દસ્તાવેજોમાં ત્રૂટી હોવાનુ સામે આવ્યુ છે.

11 290 રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

ચિંતા કે ઔપચારિકતા? / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ પર રામદેવે PM મોદીને યાદ અપાવ્યું તેમનું જુનુ નિવેદન

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં જ લગભગ 5 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ કરવામાં આવી છે. ફોર્મની ચકાસણી બાદ 5,560 અરજીઓ રીજેક્ટ થતા વાલીઓ દોડતા થઈ ગયા છે. અરજી રદ થતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. દસ્તાવેજોમાં ત્રૂટી હોવાના કારણે આ અરજીઓ રદ કરાઇ હતી, ત્યારબાદ વાલીઓ DEO કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. RTE પ્રવેશ માટે અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહી 30,494 ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1,230 અરજદારોએ પોતે જ પોતાની અરજી રદ કરી છે. જ્યારે 23,704 અરજીઓ દસ્તાવેજની ચકાસણી બાદ માન્ય રખાઈ છે. વળી જે વિદ્યાર્થીઓનાં દસ્તાવેજમાં ત્રૂટી છે તેમને ફેરફાર કરવા સમય આપવા રજૂઆત કરવામાં આવી છે. હવે વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતનાં આધારે નિર્ણય લેવાઇ શકે છે. 15 જુલાઇએ પ્રવેશની મુદ્દત લંબાવાય એવી શક્યતા છે.

11 289 રાજ્યમાં 26 હજાર વિદ્યાર્થીઓની RTE અરજી રદ, વાલીઓએ કરી રજૂઆત

નવી મુસિબત / લો બોલો! રાજસ્થાનમાં વધુ એક કપ્પા વેરિઅન્ટ, 11 દર્દીઓ થયા સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, RTE માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે 25 જૂનથી 5 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જે બાદ હવે ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી. જો કે આ ફોર્મ ચકાસણી કરાતા ફોર્મ ભરવામાં થયેલી ઘણી ભૂલો સામે આવી અને ફોર્મમાં ભરેલી ખોટી વિગતનાં આધારે ફોર્મને રદ કરી દેવામાં આવ્યા છે. ફોર્મ રદ થતા અનેક વાલીઓ DEO કચેરી પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નથી. જો કે વાલીઓએ આ રદ થયેલી અરજીઓમાં ફેરફાર કરવા સમયની મર્યાદા માંગી છે. જો કે વાલીઓની રજૂઆત બાદ સમય મર્યાદા 15 જુલાઈ રાખવામાં આવી શકે છે.