Not Set/ ઉત્તરાયણ અપડેટ : સવારનો પવન મસ્ત, બપોર પછી કેવો રહેશે પવન ..અહીં જાણો

અમદાવાદ, મકરસંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને એ જ દિવસે ગુજરાતમાં ઉત્તરાયણનો બે દિવસનો ઉત્સવ પણ શરૂ થાય છે. આ તહેવારની મજા માણવા લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી જાય છે ત્યારે પવન સાથે સંકળાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગરસિયાઓનો મૂડ બનતો હોય છે. હવામાનશાસ્ત્રીઓના મતે પતંગરસિકો માટે […]

Top Stories Gujarat Navratri 2022
ja ઉત્તરાયણ અપડેટ : સવારનો પવન મસ્ત, બપોર પછી કેવો રહેશે પવન ..અહીં જાણો
અમદાવાદ,
મકરસંક્રાંતિએ પવનની દિશા બદલાય છે અને એ જ દિવસે ગુજરાતમાં ઉત્તરાયણનો બે દિવસનો ઉત્સવ પણ શરૂ થાય છે. આ તહેવારની મજા માણવા લોકો વહેલી સવારથી જ ધાબા પર ચડી જાય છે ત્યારે પવન સાથે સંકળાયેલા આ તહેવારમાં પવનની દિશા અને ગતિ કેવી રહેશે એના પર પતંગરસિયાઓનો મૂડ બનતો હોય છે. હવામાનશાસ્ત્રીઓના મતે પતંગરસિકો માટે એકંદરે સારો પવન રહેશે. જોકે, તા.૧૪મી-૧૫મીએ બપોરે ઠૂમકા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
સવારે ઉત્તર-પૂર્વ દિશા બાજુથી પવન ગતિમાન રહેશે. લગભગ બપોર સુધી પવન ગતિમાં રહેશે. બપોરથી સાંજ સુધીમાં પવનની ગતિમાં વધઘટ અને સાંજે પવન ગતિમાં રહેશે. એકંદરે પવનની ગતિ પતંગ રસિયાઓને દિવસ દરમિયાન નિરાશ ન કરે પરંતુ બપોરે ક્યારેક પતંગ ચગાવવા માટે જોર આપવું પડે.
14મી જાન્યુઆરી કેટલી ગતિએ પવન ફૂંકાશે
સવારેઃ 6થી 9 10થી 15 કિ.મી. પ્રતિ કલાક.
સવારેઃ 9થી 12 13થી 17 કિ.મી. પ્રતિ કલાક.
બપોરેઃ 12થી 3 8થી 13 કિ.મી. પ્રતિ કલાક.
બપોરેઃ 3થી 6 04થી 8 કિ.મી. પ્રતિ કલાક.
15મી જાન્યુઆરી કેટલી ગતિએ પવન ફૂંકાશે
સવારેઃ 6થી 9 08થી 13 કિ.મી. પ્રતિ કલાક.
સવારેઃ 9થી 12 13થી 16 કિ.મી. પ્રતિ કલાક.
બપોરેઃ 12થી 3 13થી 17 કિ.મી. પ્રતિ કલાક.
બપોરેઃ 3થી 6 08થી 14 કિ.મી. પ્રતિ કલાક