Not Set/ બિટકોઇન મામલો: શૈલેશ ભટ્ટના ભાણેજનું અપહરણ થયાની વાત સામે આવી

અમદાવાદ, રાજ્યના બહુચર્ચિત એવા બિટકોઇન કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે શુક્રવારે સાંજે સુરતથી જિગ્નેશ પટેલને લઈ આવી છે. જિગ્નેશ પટેલનું સુરતના પલસાણામાં એક ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં પીયુષ સાવલિયાનું અપહરણ કરીને લઈ જવાયો હોવાની બાતમી સીઆઈડીને મળી હતી. જેના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમ જિગ્નેશ પટેલને પૂછપરછ માટે લઈ આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. […]

Ahmedabad Gujarat Surat Trending
bhavagar 3 બિટકોઇન મામલો: શૈલેશ ભટ્ટના ભાણેજનું અપહરણ થયાની વાત સામે આવી

અમદાવાદ,

રાજ્યના બહુચર્ચિત એવા બિટકોઇન કેસમાં સીઆઈડી ક્રાઈમની ટીમે શુક્રવારે સાંજે સુરતથી જિગ્નેશ પટેલને લઈ આવી છે. જિગ્નેશ પટેલનું સુરતના પલસાણામાં એક ફાર્મ હાઉસ આવેલું છે. આ ફાર્મ હાઉસમાં પીયુષ સાવલિયાનું અપહરણ કરીને લઈ જવાયો હોવાની બાતમી સીઆઈડીને મળી હતી. જેના આધારે સીઆઈડી ક્રાઈમની ટીમ જિગ્નેશ પટેલને પૂછપરછ માટે લઈ આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ દરમિયાનમાં આ અપહરણના કેસમાં સંકળાયેલા એવા શૈલેશ ભટ્ટના ભાણેજનું અપહરણ થયાની વાત સામે આવી છે.

બિટકોઇન કેસમાં નોંધાયેલી શૈલેશ ભટ્ટની ફરિયાદનો એક છેડો પીયુષ સાવલિયાના અપહરણની ઘટના સાથે જોડાયેલો છે, જો કે આ ઘટનામાં સીઆઈડી દ્વારા બીજી ફરિયાદ નોંધવા માટેની કસરત કરવામાં આવી રહી છે.

આ કેસમાં ફરાર થયેલા પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ ફરિયાદી શૈલેશ ભટ્ટ ઉપર આરોપ મૂકતા કહ્યું હતું કે, શૈલેશ ભટ્ટ દ્વારા સુરતના પીયુષ સાવલિયાનું અપહરણ કર્યું હતું અને ત્યાર પછી ધવલ માવાણીની પાસેથી ૧૫૦ કરોડ પડાવ્યા હતા. સીઆઈડી દ્વારા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત સીઆઈડી ક્રાઈમની ટીમ છેલ્લા છ દિવસથી પીયુષ સાવલિયાને સુરતથી ઉઠાવી લાવીને તેની પૂછપરછ કરી રહી છે.

આ દરમિયાન સીઆઈડી દ્વારા શૈલેશ ભટ્ટ જે આંગડિયા પેઢી સાથે આર્થિક વ્યવહાર કરતા હતા તે આંગડિયા પેઢીના છેલ્લા છ મહિનાના હિસાબો તપાસવામાં આવી રહ્યા છે. આ આંગડિયા પેઢીના હિસાબો અને પીયુષ સાવલિયાના નિવેદનમાં જિગ્નેશ બી. પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  પીયુષ સાવલિયાનું અપહરણ કરીને  સુરત પાસેના પલસાણાના જે ફાર્મ હાઉસમાં લઈ જવાયો હતો તે ફાર્મ હાઉસ જિગ્નેશ પટેલની માલિકીનું હતું. આ ફાર્મ હાઉસમાં પીયુષ સાવલિયાને લાવનારા જિગ્નેશ પટેલ, નિકુંજ ભટ્ટ અને કિરીટ વાળા હતા. આમ પીયુષ સાવલીયાના અપહરણની ઘટનામાં સીઆઈડીની ટીમ તેમને શોધી રહી હતી.

આ દરમિયાનમાં પ્રાપ્ત માહિતી મુજબ શૈલેશ ભટ્ટના ભાણેજ (બહેનના દિકરા) નિકુંજ ભટ્ટ અને સ્કૂલના પ્રિન્સીપાલનું રાજકોટની પાઠક સ્કૂલ પાસેથી અપહરણ થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. આ અંગે  રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને પણ માહિતી મળી છે. જો કે નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સો સીઆઈડીની ટીમના સભ્યો હોવાની પણ આશંકા છે, કારણ કે, અપહરણના કેસમાં સુરતથી જિગ્નેશ પટેલને લાવ્યા બાદ નિકુંજ ભટ્ટને પૂછપરછ માટે લેવા માટે સીઆઈડીની ટીમ રાજકોટ પહોંચી હોય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.