Gujarat/ થાનગઢ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો…

Gujarat Others
Makar 103 થાનગઢ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ

સુરેન્દ્રનગર જિલ્લાનાં થાનગઢ ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનાં અધ્યક્ષ સ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્ય સરકારે દરેક ખેડૂતોને સવારનાં પાંચ કલાકથી રાત્રિનાં નવ કલાક દરમિયાન વીજળી આપવાનો નિર્ધાર કર્યો છે. જે અન્વયે હાલમાં થાનગઢ તાલુકાનાં ૧૩ ગામોમાં ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળશે. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજ્યનાં તમામ ખેડૂતોને દિવસે વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવાશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી દિવસે વીજળી આપવાની રજૂઆત હતી, ખેડૂતોની માંગને સંતોષવા ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના હેઠળ કૃષિક્ષેત્રે દિવસ દરમિયાન સવારે પાંચ કલાકથી રાત્રિના નવ કલાક દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્ય જીવ જંતુઓના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાંથી કાયમી મુક્તિ મળશે.સાંસદ શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમ જણાવી આ યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત ખેડુતોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે થાનગઢ તાલુકાના ૧૩ ગામોને દિવસે વીજપુરવઠો આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો ડિજિટલ માધ્યમથી શુભારંભ કરાયો હતો.આ કાર્યક્રમમાં પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણીઓ સર્વશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, જગદીશભાઈ મકવાણા, લીનાબેન ડોડીયા, વિજયભાઈ ભગત, મહેશભાઇ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, જીતુભાઈ પુજારા, બચુભાઈ ડાભી તેમજ પ્રાંત અધિકારીશ્રી આર.બી અંગારી અને પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેરશ્રી હરેશભાઈ રાવલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarat: સુરેન્દ્રનગરમાં ભર શિયાળે પીવાના પાણીનો કકળાટ, મહિલાઓએ પાલિક…

Vaccine: કોરોના વેક્સિનેશનને લઇને CM રૂપાણીએ જાણો શું કર્યુ ટ્વીટ?…

Rajkot: રાજકોટ શહેરના સીમાડે પહોંચ્યા સાવજો,ડણક સાંભળી સ્થાનિકો ભયભી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો