Not Set/ દારૂનો દાનવ/ પીવા પૈસા ના આપ્યા તો ૮૭ વર્ષીય દાદીનું ગળું દબાવી હત્યાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં માદક પદાર્થોએ તો મઝા મૂકી છે પરંતુ તેની સાથે તેના બંધાણી ઓએ પણ સમાજમાં દાનવ પ્રવૃતિમાં મઝા મૂકી છે, અવાર નવાર દારૂ કે અન્ય માદક પદાર્થો ના મળતા બંધાણીઓ દ્વારા સમાજ માં હિંસક વૃત્તિઓ કરતા જોવા મળે છે. હાલ માં જ અમદાવાદના બાપુ નગર ખાતે રહેતા યુવાનને દારૂ પીવા માટે પૈસા નાં આપતા ૮૭ વર્ષીય […]

Top Stories Ahmedabad Gujarat
dadi દારૂનો દાનવ/ પીવા પૈસા ના આપ્યા તો ૮૭ વર્ષીય દાદીનું ગળું દબાવી હત્યાનો કર્યો પ્રયાસ

રાજ્યમાં માદક પદાર્થોએ તો મઝા મૂકી છે પરંતુ તેની સાથે તેના બંધાણી ઓએ પણ સમાજમાં દાનવ પ્રવૃતિમાં મઝા મૂકી છે, અવાર નવાર દારૂ કે અન્ય માદક પદાર્થો ના મળતા બંધાણીઓ દ્વારા સમાજ માં હિંસક વૃત્તિઓ કરતા જોવા મળે છે. હાલ માં જ અમદાવાદના બાપુ નગર ખાતે રહેતા યુવાનને દારૂ પીવા માટે પૈસા નાં આપતા ૮૭ વર્ષીય દાદીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.  દારૂ માટે દાવન બનેલા પૌત્ર એ દાદીને ગેલેરીમાં લટકાવી દીધી  હતી. અને પાસ પડોસના લોકોએ આવી ને દાદીને બચાવી હતી.  અને પોલીસ ને જાણ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગર હાઉસિંગ માં રહેતા કમલાબેન શર્મા તેમના પતિ, પુત્ર સાથે રહે છે. તેમના પુત્ર અશોક ને બે દીકરા છે, યતીન અને દિનેશ નામના બે પુત્રો છે. જેમાંથી યતીન ભક્તિ નગર ખાતે અલગ રહે છે. દિનેશ તેના પિતા  સાથે રહે છે. દિનેશ કોઈ કામ ધંધો કરતો નથી આખો દિવસ રાખડી ખાય, અને દારૂ પી ને પડ્યો રહે છે, અને પરિજનો પાસે અવાર નવાર દારૂ માટે પૈસાની માંગણી પણ કરતો રહે છે.

પાંચેક દિવસ આગાઉ ઘરે કમલાબેન એકલા હતા. ત્યારેદીનેશે તેમની પાસે આવી ને દારૂ માટે પૈસા માંગ્યા હતા. કમલાબેન પાસે પૈસા નાં હોવાતી તેમને દારૂ માટે પૈસા આપવા નાપાડી હતી.

આથી ઉશ્કેરાયેલ દિનેશે અચાનક જ દાદીનું ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજુબાજુના લોકો  વચ્ચે પડતા દિનેશે તેમને છોડી દીધા હતા. પરંતુ દારૂની લત ને કરને તેને ઝનૂની બની ને દાદીને મકાન ખાલી કરી ને જતા રહેવા માટે કહ્યું હતું, અને ગુસ્સામાં જ દાદીને લોબીમાં લઇ જઈ ને ઉપર થી નીચે લટકાવી દીધી હતી. આજુબાજુના લોકો એ દોડી જઈને દાદીને દિનેશ ના ચુંગાલ માંથી છોડાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.