Not Set/ ગુજરાતમાં મંગળવારે થયેલા મતદાનમાં કેટલા EVM અને VVPAT મશીન ખોટકાયા, જાણો સમગ્ર વિગત

ગુજરાત,   મંગળવારનાં રોજ લોકસભા ચુંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ. ગુજરાતની વાત કરીએ તો અહી કુલ 26 બેઠકો પર મતદાન થયુ હતુ. આ વખતે લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા ખરી ગરમીમાં પણ નિકળ્યા હતા. જેના પરીણામે ગુજરાતમાં 63.71 ટકા મતદાન નોંધાયુ છે. જો કે મતદાન દરમિયાન ઘણા મતદાન કેન્દ્રોમાં EVM  અને VVPAT  મશીન ખોટકાયા […]

Top Stories Gujarat Others
vvpat and evm ગુજરાતમાં મંગળવારે થયેલા મતદાનમાં કેટલા EVM અને VVPAT મશીન ખોટકાયા, જાણો સમગ્ર વિગત

ગુજરાત,  

મંગળવારનાં રોજ લોકસભા ચુંટણીનાં ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ. ગુજરાતની વાત કરીએ તો અહી કુલ 26 બેઠકો પર મતદાન થયુ હતુ. આ વખતે લોકો ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા ખરી ગરમીમાં પણ નિકળ્યા હતા. જેના પરીણામે ગુજરાતમાં 63.71 ટકા મતદાન નોંધાયુ છે. જો કે મતદાન દરમિયાન ઘણા મતદાન કેન્દ્રોમાં EVM  અને VVPAT  મશીન ખોટકાયા હોવાનુ પણ સામે આવ્યુ હતુ.

ગુજરાતમાં કુલ 26 બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયુ છે. ત્યારે આ વખતે વર્ષ 2014ની સરખામણીમાં મતદાતાઓએ ભારે જુસ્સો બતાવતા વોટ કર્યુ હતુ. વર્ષ 2014ની વાત કરીએ તો ત્યારે ગુજરાતમાં 63.66 ટકા મતદાન નોંધાયુ હતુ. જો કે આ વખતે ઘણા મતદાન કેન્દ્રોમાં EVM અને VVPAT મશીન ખોટકાયા હોવાનુ સામે આવ્યુ હતુ. ચુંટણી પંચનાં મતે મતદાન દરમિયાન 800થી વધુ EVM 1,533 VVPAT મશીનો બદલવાની ફરજ પડી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ, EVMમાં એક દિવસમાં 814 બેલેટ એકમો અને 882 કંટ્રોલ એકમો બદલવા પડ્યા હતા. તેટલુ જ નહી એક મતદાન કેદ્રનાં VVPAT મશીનમાંથી સાંપ નિકળ્યો હોવાનુ પણ સામે આવ્યુ હતુ.