Not Set/ વોકલ ફોર લોકલ/ હવે આવી રીતે ડોમેસ્ટિક ટુરિઝમનો વિકાસ કરાશે

  વૈશ્વિક કોરોનાની મહામારીને લઈ દેશના અનેક વ્યવસાય ઠપ થઈ પડયા છે. લોકડાઉન બાદ અનલોક થવા છતાં વ્યાપાર ધંધા રાબેતા મુજબ શરૂ થઈ શક્યા નથી. સૌથી માઠી અસર ટુર્સ અને ટ્રાવેલ્સ  વ્યવસાય પર પણ જોવા મળી છે. ત્યારે આવા સમયમાં દેશમાં આર્થિક સ્થિતિ મજબૂત કરવા પ્રધાનમંત્રી દ્વારા વોકલ ફોર લોકલનો સંદેશ પાઠવી દેશની આર્થિક સ્થિતિ […]

Gujarat Surat
df09bf8c3ed9861a1ce3cc816e5e13ea વોકલ ફોર લોકલ/ હવે આવી રીતે ડોમેસ્ટિક ટુરિઝમનો વિકાસ કરાશે
 

વૈશ્વિક કોરોનાની મહામારીને લઈ દેશના અનેક વ્યવસાય ઠપ થઈ પડયા છે. લોકડાઉન બાદ અનલોક થવા છતાં વ્યાપાર ધંધા રાબેતા મુજબ શરૂ થઈ શક્યા નથી. સૌથી માઠી અસર ટુર્સ અને ટ્રાવેલ્સ  વ્યવસાય પર પણ જોવા મળી છે. ત્યારે આવા સમયમાં દેશમાં આર્થિક સ્થિતિ મજબૂત કરવા પ્રધાનમંત્રી દ્વારા વોકલ ફોર લોકલનો સંદેશ પાઠવી દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા જણાવ્યું છે.  જેને લઈ પ્રધાનમંત્રીના આ સંદેશ સાર્થક કરવા સાથે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવા ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યો 36 દિવસમાં 18000 કિમીનું ભારત ભ્રમણ શરૂ કર્યું છે.

આજે સમગ્ર વિશ્વમાં કોરોના કાળ ની મહામારી ચાલી રહી છે.જેને લઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઠપ થઈ પડ્યો છે.ભારત દેશમાં પણ લોકડાઉન બાદ અનલોકમાં અનેક વ્યવસાયો શરૂ તો થયા પણ રાબેતા મુજબ શરૂ થઈ શક્યા નથી.આજે આંતરરાષ્ટ્રીય વેપાર અને પ્રવાસ બંધ છે ત્યારે દેશના પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલને મજબૂત કરવા સાથેના સંદેશ લોકોમાં વહેતો કર્યો છે. જેને લઇ કોરોના કાળમાં જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય નથી ત્યારે વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવાનું એક અભિયાન છેડાયું છે.સુરત અને મુંબઈથી ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યો દ્વારા આ અભિયાન હાથ ધરાયુ છે.જેમાં સુરતના ચાર અને મુંબઈ-અમદાવાદના એક-એક સભ્ય દ્વારા આજે 18મી સપ્ટેમ્બરે સુરતથી ભારત ભ્રમણનો રોડ ટ્રીપના અનોખા અભિયાન સાથે આરંભ કર્યો છે.આ છ સભ્યો દ્વારા 36 દિવસમાં 18000 કિલોમીટરનું અંતર કાપી ભારતના જુદા જુદા રાજ્યોમાં જઈ ત્યાંના પ્રવાસ સ્થળો વિશે આકર્ષિત કરશે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનો મોહ છોડી  ડોમેસ્ટિક ટુરિઝમને પ્રમોટ કરવાનો આ પ્રકારનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ અભિયાન અંતર્ગત સુરત, મુંબઈ અને અમદાવાદના 6 સભ્યો મળીને આજથી ભારત ભ્રમણ પર નીકળ્યા છે. જેમાં જુદા જુદા ટ્રાવેલ્સ એજન્સી સાથે સંકળાયેલા સુરતથી રાજીવ શાહ,  રિતેશ પારેખ, સંજય પટેલ અને નીતિન ગુપ્તા તેમજ મુંબઈ થી પવન દુબે અને અમદાવાદથી થોમસ કોશી મક્કમ ઈરાદા સાથે નીકળી પડયા છે. ટ્રાવેલ એજન્સીના સંચાલક રાજીવ શાહએ જણાવ્યું હતું કે કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી,  ત્યારે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્ર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુજ ધબકતું થયું છે ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે દેશના લોકો વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા આ પ્રકારની રોડ ટ્રીપનું અભિયાન હાથ ધરાયુ છે.

ભારત ભ્રમણના આ અભિયાન દરમ્યાન તમામ સભ્યો ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત કરશે. ત્યાંના ટૂર ઓપરેટર, એજન્ટની મુલાકાત લેશે, કોવિડ વચ્ચે પણ હોટેલ્સ અને પ્રવાસન સ્થળો આગંતુકોને આવકાર તૈયાર છે. એની ખાત્રી સાથે પરત ફરશે.  જેથી લોકો ડોમેસ્ટિક ટુરિઝમને પ્રાધાન્ય આપે અને પ્રધાનમંત્રીનો વોકલ ફોર લોકલનો સંદેશ ખરા અર્થમાં સાર્થક થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.