Not Set/ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઇ

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને લવાશે અમદાવાદ રવિ પુજારીનો કબજો મેળવવા ગૃહ વિભાગે લખ્યો પત્ર ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર રવિ પુજારીને લાવવા ગુજરાત પોલીસે કરી તૈયારીઓ ગુજરાતમાં જેના નામે અનેક ગંભીર ગુના બોલી રહ્યા છે, અને જે વિદેશમાં રહી ગુજરાતમાં અનેક ગુનાહિત પ્રવૃતીમાં સામેલ હોવાનાં પુરાવા પણ તંત્ર પાસે છે. જાનથી મારી નાખવાની ધમકી, […]

Top Stories Ahmedabad Gujarat
ravi poojara અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પૂરવાની કવાયત શરૂ કરાઇ
  • અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને લવાશે અમદાવાદ
  • રવિ પુજારીનો કબજો મેળવવા ગૃહ વિભાગે લખ્યો પત્ર
  • ગૃહ વિભાગે આફ્રિકન સરકારને લખ્યો પત્ર
  • રવિ પુજારીને લાવવા ગુજરાત પોલીસે કરી તૈયારીઓ

ગુજરાતમાં જેના નામે અનેક ગંભીર ગુના બોલી રહ્યા છે, અને જે વિદેશમાં રહી ગુજરાતમાં અનેક ગુનાહિત પ્રવૃતીમાં સામેલ હોવાનાં પુરાવા પણ તંત્ર પાસે છે. જાનથી મારી નાખવાની ધમકી, ખંડણી ઉધરાવવી, અહપરણ અને ખુન સહિત નશીલા પદાર્થનાં કાળા કારોબારમાં કંપાયેલા અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને સરકારી પાંજરે પુરવાની કવાયતો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે.

અંડરવર્લ્ડ ડોન રવિ પુજારીને ગુજરાત લાવવામાં આવશે. આ મામલે ગુજરાત સરકારે પ્રયાસ પણ હાથ ધર્યા છે. ગૃહ વિભાગે આફ્રિકન સરકારને એક પત્ર લખ્યો છે. જેમાં રવિ પુજારીને ગુજરાત લાવવા માટેની માગ કરવામાં આવી છે. રવિ પુજારી પર કરોડો રૂપિયાની ખંડણી સહિતનાં અનેક ગુનાનો આરોપ છે. જેમાં ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓ પાસે ખંડણી માગવાનો પણ આરોપ સામેલ છે.

છેલ્લે પ્રાપ્ત વિગતો પ્રમાણે રવિ પુજારી હાલ આફ્રિકન સરકારનાં કબજામાં છે. અને ભરત સરકાર(ગુજરાત સરકાર) દ્વારા આરોપીઓની પ્રત્યાર્પણ સંધિને આધારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં રવિ પુજારી દ્વારા આચરવામાં આવેલા ગુનાનાં સંદર્ભમાં અફ્રિકન સરકાર પાસે રવિ પુજારીની સોંપણીની માંગ કરવામાં આવી છે. સરાકરનાં આફ્રિકન સરકારનાં સહયોગની પુરી અપેક્ષા છે. ત્યારે બધું ધારાધોરણ પ્રમાણે ચાલશે, તો કુખ્યાત અંડરવર્લ્ડ ડોન પુજારી ગુજરાતની જેલનાં પાંજરે ટુંક સમયમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન