વતન પ્રેમ/ પીએમના આગમનને લઈને તડામાર તૈયારી, જબરજસ્ત સુરક્ષા વ્યવસ્થા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસી આવી રહ્યા છે. તેમા એક્તા દિવસનો કાર્યક્રમ 31મી મેના રોજ નર્મદામાં કેવડિયા ખાતે યોજાવવાનો છે.

Top Stories Gujarat

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસી આવી રહ્યા છે. તેમા એક્તા દિવસનો કાર્યક્રમ 31મી મેના રોજ નર્મદામાં કેવડિયા ખાતે યોજાવવાનો છે. વડાપ્રધાન આવવાના હોઈ કેન્દ્ર અને ગુજરાત સરકારના ટોચના અધિકારીઓની વિવિધ સલામતી સંસ્થાઓ વડાપ્રધાનની સુરક્ષા માટેના ખાસ નીમાયેલા સ્પેશ્યલ પ્રોટેકશન ગ્રુપના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા ટોચ લેવલની સૂચના મુજબ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. આ ઉપરાંત વડાપ્રધાનનો સલામતી બંદોબસ્ત અતિ સંવેદનશીલ હોવાથી છેક સુધી તેમના કાર્યક્રમ બદલાતા રહેતા હોય છે.

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લામાં 4,778 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરનારા છે. આ પ્રસંગે ભાજપના ટોચના નેતાઓ સાથે એક લાખ લોકો હાજર રહે તેવી સંભાવના છે. તેથી આ વિશાળ ભીડને કંટ્રોલ કરવાની જવાબદારી સ્થાનિક પોલીસ, બહારથી આવેલા અનુભવી પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં ગોઠવવા કવાયત કરી રહ્યા છે.

આ ઉપરાંત તાજેતરમાં જ નવરાત્રિ પૂરી થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મા અંબાના ભક્ત છે અને નિયમિત રીતે અંબાજીનું દર્શન કરે છે. તેથી અંબાજીથી પાંચ કિ.મી. દૂર ચિખલા ગામે ચાર હેલિકોપ્ટર તૈયાર કરવા સાથે પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મજયંતિ હેઠળ દર વર્ષે નર્મદા કેવડિયા ખાતે એક્તા દિવસ પરેડ છે. સરદાર વલ્લભભાઈ પટેલ એકેડેમીના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાનનું પ્રવચન રાખવામાં આવે છે. દેશના અને વિવિધ રાજ્યોના મહાનુભાવે હાજર રહેતા હોવાથી સલામતી વ્યવસ્થા માટે બંદોબસ્તની સઘન તૈયારીઓ થઈ રહી છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી પણ કેવડિયા ખાતે આવીને સુરક્ષા સહિતની તમામ બાબતોનું નિરીક્ષણ કરી ગયા છે. કેવડિયા ખાતે ટોચના અધિકારીઓ સંપૂર્ણ વ્યવસ્થાને આખરી ઓપ આપવા વ્યસ્ત બન્યા છે.



આ પણ વાંચોઃ ધમકી/ સલમાન, શાહરૂખ પછી મુકેશ અંબાણીને પણ મળી જીવથી મારી નાખવાની ધમકી

આ પણ વાંચોઃ Lunar Eclipse/ ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ

આ પણ વાંચોઃ ASSAM/ ‘સરકારી કર્મચારીઓને બીજા લગ્ન કરવાનો અધિકાર નથી, જો ધર્મ પરવાનગી આપે તો…’