Lunar eclipse/ ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ

આજે 28 ઓક્ટોબરના રોજ રચાતા ચંદ્રગ્રહણના દિવસે એક અદભૂત સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણના દિવસે ગજકેસરી યોગ ઉપરાંત અનેક ગ્રહોનો શુભ સંયોગ બનવાના કારણે આ દિવસનું મહત્વ વધ્યુ છે.

Top Stories Uncategorized
YouTube Thumbnail 2023 10 28T101932.608 ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ આજે શનિવારે રાત્રે થવાનું છે. 30 વર્ષ બાદ શરદપૂનમના શુભ દિવસે ચંદ્રગ્રહણ રચાશે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ હશે અને ગ્રહણના કારણે મંદિરો બંધ રહેશે. આજે 28 ઓક્ટોબરના રોજ રચાતા ચંદ્રગ્રહણના દિવસે એક અદભૂત સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણના દિવસે ગજકેસરી યોગ ઉપરાંત અનેક ગ્રહોનો શુભ સંયોગ બનવાના કારણે આ દિવસનું મહત્વ વધ્યુ છે. ચંદ્રગ્રહણ ભારત સહિત અન્ય દેશોમાં પણ જોવા મળશે.

ચંદ્રગ્રહણ પર અદભૂત સંયોગ

સામાન્ય રીતે ગ્રહણની અશુભ અસર જોવા મળતી હોય છે. જ્યારે ચંદ્રગ્રહણ પર રચાતા અદભૂત સંયોગના કારણે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને શુભ અસર થશે. આજે ચંદ્રગ્રહણ પર ગજકેસરીયોગની સાથે રવિયોગ, બુધાદિત્ય યોગ, શશ યોગ અને સિદ્ધિ યોગનો અદભૂત સંયોગ રચાયો  છે. અને કેટલાક જાતકો પર લક્ષ્મીની કૃપા થતા ભાગ્યનો ઉદય થશે. તો કેટલીક રાશિઓના અટકેલા કામ પૂર્ણ થશે. જે લોકો નોકરીમાં પ્રમોશનની રાહ જુએ છે તેમને શુભ સમાચાર મળી શકે. તો ધંધામાં અચાનક નવા ઓર્ડર મળતા ધનલાભના યોગ બને. ગજકેસરી યોગ જ્યોતિષશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. ચંદ્ર અને ગુરુના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે.

આ જાતકોને થશે લાભ

ગજકેસરી યોગ પર રચાતા ચંદ્રગ્રહણથી મેષ, કન્યા, મકર અને કુંભ જાતકોને શુભ અસર થશે. આ રાશિના જાતકો લાંબા સમયથી જે સમસ્યાનો સામનો કરતા હતા તેમાં છુટકારો મળશે. અચાનક આર્થિક લાભ થશે. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. સ્વાસ્થ્ય સમસ્યામાં રાહત મળશે. જ્યારે સિંહ, મીન અને મિથુન રાશિને મિશ્રિત ફળ આપશે. આ રાશિના જાતકોના અટકેલા કામ પૂર્ણ થશે. તો કોઈની સાથે વિવાદનો સામનો કરવો પડી શકે. ચંદ્રગ્રહણ દરમ્યાન વૃષભ, કર્ક અને ધન રાશિના જાતકોએ સાવધાની રાખવી. જૂની સમસ્યા ફરી ના ઉદભવે તે બાબત પર ધ્યાન આપવું. પ્રિયજન તરફથી કોઈ અશુભ સમાચાર સાંભળવા મળી શકે. વાણી પર નિયંત્રણ રાખવું. શક્ય બને ત્યાં સુધી કોઈની સાથે વિવાદમાં ના ઉતરવું.

ચંદ્રગ્રહણનો સમય

આ વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબર શનિવારના રોજ રાત્રે 01.06 કલાકે થશે. અને 29 ઓક્ટોબરે 02:22 પર સમાપ્ત થશે. ગ્રહણ પર લાગતુ સૂતક 28 ઓક્ટોબર બપોરે 02:52 વાગ્યાથી શરૂ થશે અને 29 ઓક્ટોબરના સવારે 02:22 વાગ્યા સુધી રહેશે. સૂતકમાં શુભ કાર્ય કરવાનું વર્જિત છે.

સૂતકમાં આ કાર્યો ટાળવા

ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ સૂતક લાગે છે. અને સૂતક લાગતા શુભકાર્યો નથી કરાતા. ગ્રહણ પર સૂતક લાગતા મંદિરોના કપાટ બંધ થઈ જાય છે. ઘરે કે મંદિરમાં દેવી-દેવતાની પૂજા નથી કરાતી. ગ્રહણ દરમ્યાન રસોઈ બનાવવામાં આવતી નથી. કેમકે એવું માનવામાં આવે છે કે ગ્રહણની દૃષ્ટિ પડતા ખોરાક દૂષિત થાય છે. જેના કારણે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. સૂતકકાળમાં બીમાર, વૃદ્ધો અને બાળકોને સૂવાનું સૂચન કરાયું છે. ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમ્યાન બહાર જવાનું ટાળવું.


whatsapp ad White Font big size 2 4 ચંદ્રગ્રહણ પર રચાતા ગજકેસરી યોગથી આ જાતકોને થશે ધનલાભ


આ પણ વાંચો : Chandra Grahan/ 30 વર્ષ બાદ શરદ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણનો દુર્લભ સંયોગ

આ પણ વાંચો : Israel Hamas War/ ગાઝામાં યુદ્ધને તાત્કાલિક રોકવા UNમાં ઠરાવ પસાર, ભારત સહિત 45 દેશોએ મતદાનથી દૂર

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ અમેરિકાના લેવિસ્ટન શહેરમાં ભીષણ ગોળીબારમાં 22ના મોત