મહારાષ્ટ્ર/ ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓ ઠાર માર્યા ગયા

હારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટે ગ્યારાપટ્ટીના જંગલમાં એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર માં ત્રણ પોલીસ જવાન પણ ઘાયલ થયા છે

Top Stories India
alang 6 ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓ ઠાર માર્યા ગયા

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટે ગ્યારાપટ્ટીના જંગલમાં એન્કાઉન્ટરમાં 26 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. એન્કાઉન્ટર માં ત્રણ પોલીસ જવાન પણ ઘાયલ થયા છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે આ વાતની પુષ્ટિ કરી છે.

મહારાષ્ટ્ર-છત્તીસગઢની સરહદ પર સ્થિત એન્કાઉન્ટર સ્થળ મુંબઈથી 900 કિમી દૂર છે. એસપી અંકિત ગોયલે કહ્યું, “અમે અત્યાર સુધીમાં જંગલમાંથી 26 નક્સલવાદીઓના મૃતદેહ મેળવ્યા છે.” માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા આતંકવાદીઓમાં તેમનો ટોપ કમાન્ડર પણ સામેલ છે.

પોલીસની ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે ગ્યારાપટ્ટીના જંગલ વિસ્તારમાં આવેલા ધનોરામાં આ એન્કાઉન્ટર થયું હતું. તેમણે કહ્યું કે કમાન્ડોને જોઈને નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહી બાદ તેઓ જંગલ તરફ ભાગી ગયા હતા.

અધિકારીએ જણાવ્યું કે, સવારે મર્દિનટોલા ગામ પાસે એન્કાઉન્ટર શરૂ થયું હતું. ત્રણ ઘાયલ પોલીસકર્મીઓને સારવાર માટે એરલિફ્ટ કરીને નાગપુર લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસની કમાન્ડો ટીમને માહિતી મળી હતી કે કેટલાક નક્સલવાદીઓ છત્તીસગઢના જંગલોમાંથી ગઢચિરોલી જઈ રહ્યા છે.

થોડા દિવસો પહેલા પોલીસે અહીંથી 2 લાખના ઈનામી નક્સલી મંગારુ માંડવીની પણ ધરપકડ કરી હતી. નક્સલવાદી મંગારુ વિરુદ્ધ હત્યા અને પોલીસ પર હુમલાના ઘણા કેસ નોંધાયેલા છે.

રાજકીય / ખોડલધામ પ્રમુખ નરેશ પટેલનું નિવેદન, આંદોલનકારીઓ પરથી કેસ પરત ખેંચવામાં આવે

પ્રેમ કરવાની સજા / મારા બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી, મો કાળુ કર્યું હતું : સગીરાની ફરિયાદ 

ભાવનગર / અલંગ શીપ યાર્ડમાં એન્ટિક વસ્તુઓનું વેચાણ, ખરીદી કરવા લોકો ઉમટ્યા