Covid-19/ સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્યો હતો ભંગ

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને સુઝાન ખાન, કે જેઓ મુંબઈની ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા, પોલીસે કોવિડ નિયમ તોડવાને લઇને ધરપકડ કરી હતી….

Top Stories India
zzas 94 સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્યો હતો ભંગ

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના, ગાયક ગુરુ રંધાવા અને સુઝાન ખાન, કે જેઓ મુંબઈની ક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા, પોલીસે કોવિડ નિયમ તોડવાને લઇને ધરપકડ કરી હતી, જો કે બાદમાં દરેકને જામીન આપી દીધા હતા. મોડી રાત્રીનાં દરોડામાં આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાંથી જ દરેકને જામીન પર છૂટા કરવામાં આવ્યા હતા. સુરેશ રૈના અને ગુરુ રંધાવા વિરુદ્ધ ભીડ એકત્રીત કરવા અને પાર્ટી કરવા, કોવિડનાં નિયમો તોડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

zzas 95 સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્યો હતો ભંગ

કેટલીક હસ્તીઓ શાંતિથી ચાલ્યા ગયા

મુંબઈ પોલીસે બપોરે 3 વાગ્યે એરપોર્ટ નજીક સ્થિત ડ્રેગન ફ્લાય ક્લબ પર દરોડો પાડ્યો હતો. આ સમય દરમિયાન લોકો અહીં પાર્ટી કરતા હતા. પોલીસે સુરેશ રૈના અને ગુરુ રંધાવા સહિત તમામની ધરપકડ કરી હતી. પોલીસે 34 લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 188 હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં ક્લબનાં સાત કર્મચારીઓ શામેલ છે. કેસ નોંધ્યા બાદ તમામને જામીન મળી ગયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે સુરેશ રૈના અને ગુરુ રંધાવા સિવાય કેટલીક અન્ય હસ્તીઓ અહીં હાજર હતી પરંતુ દરોડા બાદ તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા હતા.

zzas 97 સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્યો હતો ભંગ

સ્ટાફ ઉપરાંત 27 લોકો પર કેસ

મળતી માહિતી મુજબ, ક્લબનાં સ્ટાફ ઉપરાંત 27 લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાંથી 19 દિલ્હી અને પંજાબનાં હતા. જામીન મળ્યા બાદ આ લોકો મંગળવારે સવારે દિલ્હી અને પંજાબ પરત ફર્યા છે. સિંગર બાદશાહ પણ પાર્ટીમાં જોડાયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. જો કે તે પહેલા જ ક્લબ છોડી નિકળી ગયો હતો.

zzas 96 સુરેશ રૈના, ગુરુ રંધાવાની પોલીસે કરી ધરપકડ, કોવિડ નિયમનો કર્યો હતો ભંગ

કોવિડ ગાઇડલાઇનને કારણે પાર્ટી પર પ્રતિબંધ

11 વાગ્યા પછી કોવિડ ગાઇડલાઇન હેઠળ મહારાષ્ટ્રમાં કોઈપણ પાર્ટી અથવા જાહેર કાર્યક્રમનો પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં પોલીસ સતત આવા દરોડો પાડતી હોય છે. પોલીસે દરોડા પાડ્યા ત્યારે આ ક્લબમાં લગભગ ત્રણ વાગ્યે પાર્ટી ચાલી રહી હતી. આવી સ્થિતિમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.

કેવડિયાના ‘મોગલી’ ! / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…

વ્યક્તિ વિશેષ / આ છે ભારતનાં પ્રખ્યાત 10 બ્લોગર્સ, દર મહિને કમાય છે આવી અધધધ…

Election / તો શું કાશ્મીર ઘાટીમાં પણ ખીલશે કમળ? DDC ચૂંટણીમાં ભાજપ આગળ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો