Ahmedabad News: રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ અમદાવાદના ગેમ ઝોનનું ફાયર બ્રિગેડ, પોલીસ અને ઈલેક્ટ્રિક સિટી કંપની અને એસ્ટેટ વિભાગના અધિકારીઓની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 35માંથી છ ગેમ ઝોન પાસે NOC નથી. આ મામલે તપાસ સમિતિએ રિપોર્ટ પણ સોંપ્યો છે. અમદાવાદ પોલીસ હવે NOC વગર સીલ કરાયેલા ચાર ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરશે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદના 34 ગેમિંગ ઝોનમાં છ ગેમ ઝોન પાસે બીયુ પરમિશન ન હતુ. ફાયર વિભાગનું એનઓસી પણ ન હતો. જ્યારે બીજા ત્રણ ગેમિંગ ઝોન પાસે બિલ્ડિંગ યુઝ કે બીયુ પરમિશન કે ફાયર એનઓસી પણ ન હતું. તેમાથી ત્રણ ગેમિંગ ઝોન બંધ કરાયા છે.
ગોતાના ફન ગ્રેટો પાસે બીયુ પરવાનગી નથી. નિકોલના ફન કેમ્પસ ગેમઝોન પાસે ફાયર એનઓસી નથી. સાઉથ બોપલના જોયબોક્સ પાસે બીયુ પરવાનગી નથી. ઘુમાના ફન ઝોન પાસે પણ બીયુ પરવાનગી કે ફાયર એનઓસી નથી. જોધપુરના ગેમિંગ ઝોન પાસે પણ બીયુ કે ફાયર એનઓસી નથી. ચાંદલોડિયા જોય એન્ડ જોયમાં પણ ફાયર અને બીયુ મંજૂરી છે જ નહીં.
તેથી અમદાવાદીઓ આ ગેમિંગ ઝોનમાં જતાં ચેતજો, તમારે વિચારવું પડશે કે તમારી સ્થિતિ પણ રાજકોટ અગ્નિકાંડના ભોગ બનેલાઓ જેવી ન થાય. જ્યારે મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો દરવાજો એક જ છે, બીજો કોઈ દરવાજો જ નથી. તેથી હવે જો કોઈ દુર્ઘટના થાય તો સંચાલકોએ અને તેનો ભોગ બનનારાના કુટુંબીઓએ કોઠીમાં મોંઢું ઘાલીને રોવાનો વારો આવી શકે છે.
આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડના ત્રણ આરોપીઓને કોર્ટમાં હાજર કરાયા
આ પણ વાંચો:ગેમઝોન અગ્નિકાંડ માટે રાજકોટ મનપા કમિશ્નર જવાબદારઃ હાઇકોર્ટ
આ પણ વાંચો:હર્ષ સંઘવી પહોંચ્યા ગાંધીનગર FSL, DNA ટેસ્ટની કામગીરીની સમીક્ષા કરી
આ પણ વાંચો:TRP ગેમ ઝોનના તમામ ડોક્યુમેન્ટ મ્યુનિ. કચેરીમાંથી અડધી રાત્રે કબ્જે કરાયા