Rajkot Fire Tragedy/ હર્ષ સંઘવી પહોંચ્યા ગાંધીનગર FSL, DNA ટેસ્ટની કામગીરીની સમીક્ષા કરી

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ફોરેન્સિક લેબ ખાતે પહોંચી ગયા છે. ગાંધીનગરમાંથી તે એફએસએલ પાસેથી ડીએનએ ટેસ્ટની વિગતો મેળવશે.  આ ઉપરાંત ફોરેન્સિક નિષ્ણાતો સાથે પણ વાત કરશે.

Gujarat Gandhinagar Top Stories Rajkot Trending Breaking News
Beginners guide to 89 1 હર્ષ સંઘવી પહોંચ્યા ગાંધીનગર FSL, DNA ટેસ્ટની કામગીરીની સમીક્ષા કરી

ગાંધીનગરઃ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગાંધીનગર ફોરેન્સિક લેબ  (Forensic Lab) ખાતે પહોંચી ગયા છે. ગાંધીનગરમાંથી તે એફએસએલ પાસેથી ડીએનએ ટેસ્ટની વિગતો મેળવશે.  આ ઉપરાંત ફોરેન્સિક નિષ્ણાતો સાથે પણ વાત કરશે. આ ઉપરાંત તેમની સાથે રાજકોટ અગ્નિકાંડના મૃતકોના અવશેષોના એફએસએલના મુદ્દે વિગતો પણ મેળવશે અને પછી તેના અંગે અબડેટ આપશે. હર્ષ સંઘવી એફએસએલના અધિકારીઓ સાથે બેઠક કરશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દર કલાકે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે. એફએસએલ (FSL)ની ટીમ 18 લોકોની હોય છે. તે ડીએનએની ચકાસણી કરવાના કામમાં દિવસરાત રોકાયેલી હોય છે. ડીએનએ ચકાસણીના કુલ નવ તબક્કા હોય છે. તેથી તેમા થોડો સમય લાગી શકે છે, પરંતુ અમે વધુને વધુ ઝડપથી પરિણામ આપવા પ્રયત્ન કરી રહ્યા છે.

રાજકોટ બનેલી દુર્ઘટના બાદ હાલમાં એફ.એસ.એલ દ્વારા મૃતકોના DNA કલેક્ટ અને મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે એફ.એસ.એલ ખાતે પહોંચી આ કામગીરીની સમીક્ષા કરી હતી અને મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સત્વરે મળી રહે તે માટે ૧૮થી વધુ સભ્યોની એફ.એસ.એલ ટીમ દિવસ-રાત કામગીરી કરી રહી હોવાની વિગતો આપી હતી.

DNA કલેક્ટ કરવાથી લઇ તેનો ફાઈનલ રીપોર્ટ તૈયાર કરવા સુધીની તમામ કામગીરીની વિગતવાર માહિતી આપતા મંત્રી શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, મૃતદેહમાંથી DNAના સેમ્પલ લેવા માટે બ્લડની જરૂર હોય છે, રાજકોટની ઘટનામાં બ્લડ ન હોવાથી મૃતકોના બોન્સને તાત્કાલિક ગાંધીનગર એફ.એસ.એલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મોટરમાર્ગે સમય ના બગડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલીક એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ એફ.એસ.એલની ટીમે કામગીરી શરૂ કરી દીધી છે. સૌપ્રથમ આવેલા DNA સેમ્પલમાં બ્લડ અને મૃતકના પોસ્ટ્મૉર્ટમ દરમિયાન લેવાયેલા નમૂના હતાં. DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે.

મંત્રીશ્રીએ સમગ્ર પ્રક્રિયા વર્ણવતા કહ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલીસીસ માટે ખોલવા માટેની કેસ ઓપનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટીટી અને ક્વોલીટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.

પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલીસીસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલીસીસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે, તેમ મંત્રી શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું હતું.

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના ગ્રાઉન્ડ ઝોનમાં એફએસએલના અધિકારીઓ તપાસાર્થે પહોંચ્યા છે. તેઓ આ ઘટનાસ્થળની રાખનો પણ અમુક હિસ્સો તપાસાર્થે લેશે તેમ મનાય છે. આ ઉપરાંત તે બીજા પુરાવાઓની પણ ચકાસણી કરશે. તેમણે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈપણ દોષિતોને નહીં છોડાય. તપાસ હવે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ કરી રહી છે. તે હાઇકોર્ટને રિપોર્ટ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ