Extensions/ RAW ચીફ અને IB ડિરેક્ટર બંનેના કાર્યકાળની મુદ્દત 1 વર્ષ માટે લંબાવી

ગુરુવારે કેન્દ્રએ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW ) ના વડા સામંત કુમાર ગોયલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB ) ના ડિરેક્ટર અરવિંદ કુમારના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કર્યો છે. ગોયલ અને કુમાર બંને 1984 બેચના IPS અધિકારીઓ છે, જેઓ આ વર્ષે 30 જૂને નિવૃત્ત થવાના હતા.

Top Stories India
k2 4 RAW ચીફ અને IB ડિરેક્ટર બંનેના કાર્યકાળની મુદ્દત 1 વર્ષ માટે લંબાવી

બંને મોટા અધિકારીઓએ ઘણી મોટી કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

ગુરુવારે કેન્દ્રએ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW ) ના વડા સામંત કુમાર ગોયલ અને ઇન્ટેલિજન્સ બ્યુરો (IB ) ના ડિરેક્ટર અરવિંદ કુમારના કાર્યકાળમાં એક વર્ષનો વધારો કર્યો છે. ગોયલ અને કુમાર બંને 1984 બેચના IPS અધિકારીઓ છે, જેઓ આ વર્ષે 30 જૂને નિવૃત્ત થવાના હતા.

 

બંને અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની નિમણૂક સમિતિએ ગોયલ અને કુમાર બંનેની સેવામાં કે જે 30 જૂનનાં રોજ પૂરા નિવૃત થઇ રહ્યા હતા. તેમના વર્તમાન કાર્યકાળથી એક વર્ષના સમયગાળા માટે વધારવા ની  મંજૂરી આપી છે. ગુરુવારે કર્મચારી મંત્રાલયે જારી કરેલા આદેશમાં એમ કહેવામાં આવ્યું છે કે સંબંધિત કાયદા મુજબ બે મુખ્ય હોદ્દા ધરાવતા બંને આઇપીએસ અધિકારીઓની સેવા વધારવામાં આવી છે.

આદેશ મુજબ સંશોધન અને વિશ્લેષણ વિંગમાં સચિવ તરીકે ગોયલની સેવા એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી હતી. આદેશમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુપ્તચર બ્યુરોના ડિરેક્ટર તરીકે કુમારની સેવા એક વર્ષ માટે લંબાવામાં આવી છે.

ગોયલને 26 જૂન 2019 ના રોજ અનિલ ધસ્માનાના સ્થાને RAWના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 1990 ના દાયકામાં પંજાબમાં ઉગ્રવાદી સંકટને પહોંચી વળવા અનિલ ધસ્માનાની  મહત્વની ભૂમિકા ભજવી હતી.

પુલવામા આતંકી હુમલા બાદ ફેબ્રુઆરી, 2019 માં બાલાકોટ હવાઈ હુમલાની યોજના બનાવવામાં પણ ગોયેલનું મહત્ત્વનું યોગદાન હતું.  પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

ઉરી આતંકવાદી હુમલા બાદ સશસ્ત્ર દળો દ્વારા વર્ષ 2016 માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકના આયોજનમાં ગોયેલ નું મહત્ત્વનો ભાગ હતો. ગોયેલ દુબઈ અને લંડનમાં કોન્સ્યુલર બાબતોનો હવાલો પણ સંભાળતહાતા. કાશ્મીરના નિષ્ણાંત માનવામાં આવતા કુમારની  26 જૂન 2019 ના રોજ આઈબી ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આઈબીમાં હતા ત્યારે તે ડાબેરી નકસલીઓ સાથે વ્યવહાર કરવામાં સામેલ રહ્યો છે. આસામ-મેઘાલય કેડરના આઈપીએસ અધિકારી કુમાર અગાઉ બિહારના આઈબીના નેતૃત્વ સંભાળી ચૂક્યા છે.

mntvy apil RAW ચીફ અને IB ડિરેક્ટર બંનેના કાર્યકાળની મુદ્દત 1 વર્ષ માટે લંબાવી