Not Set/ ગુજરાત/ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ, દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના CBIP એવોર્ડથી સન્માનીત કરાઈ

ગુજરાત સરકારનાં પ્રથમ દરજ્જાનાં જળ વ્યવસ્થાપનને કારણે મળી વધુ એક ગૌરવસિદ્ધિ મળવા પામી છે. સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરાઈ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી ગુજરાત સરકારે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એક માસમાં બે ગૌરવ સન્માન ગુજરાતને અપાવ્યા છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં જળસંગ્રહ […]

Top Stories Gujarat Others
cm ગુજરાત/ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ, દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના CBIP એવોર્ડથી સન્માનીત કરાઈ

ગુજરાત સરકારનાં પ્રથમ દરજ્જાનાં જળ વ્યવસ્થાપનને કારણે મળી વધુ એક ગૌરવસિદ્ધિ મળવા પામી છે. સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરાઈ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વવાળી ગુજરાત સરકારે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એક માસમાં બે ગૌરવ સન્માન ગુજરાતને અપાવ્યા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતમાં જળસંગ્રહ માટે શરૂ કરાયેલા જનભાગીદારી પ્રયોગ સુજલામ-સુફલામ જળ અભિયાનને પ્રતિષ્ઠિત સ્કોચ પ્લેટિનમ એવોર્ડ અને દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને રાષ્ટ્રીય કક્ષાના સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એક માસમાં બે ગૌરવ સન્માન ગુજરાતને અપાવ્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૮માં વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શનમાં રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન જનભાગીદારીથી શરૂ કરવામાં આવેલું. આ અભિયાનની પ્રથમ વર્ષની સફળતાને પગલે ૨૦૧૯ના વર્ષમાં પણ યથાવત રાખવામાં આવ્યું હતું. આ જળ અભિયાને ગુજરાતમાં જળસંગ્રહ ક્ષમતામાં ક્રાંતિકારી પરિણામો સર્જ્યા છે તો બીજી તરફ ગુજરાત સરકારના જળસંપત્તિ વિભાગની કડાણા દાહોદ ઉદવહન સિંચાઈ યોજનાને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સફળ અમલીકરણ માટે અપાતાં સીબીઆઈપી એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. ભારત સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈરીગેશન પ્રોજેક્ટ દ્વારા ગુજરાત સરકારને આ સન્માન આપવામાં આવ્યું હતું. આદિજાતિ વિસ્તારોમાં વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા ઉભી કરનારી આ યોજના તેના નિર્ધારિત સમય કરતાં સાડા ચાર મહિના વહેલી પૂરી કરાઈ હતી.

સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત બે વર્ષ દરમિયાન રાજ્યભરમાં ૩૦૪૧૬ કામો હાથ ધરવામાં આવ્યા છે. ૧૨૨૭૯ તળાવો ઊંડા કરવાના, ૫૭૭૫ ચેકડેમ ડિસીલ્ટીંગના કામો તેમજ ૩૫૯૬૦ કિ.મી.નાં કેનાલ સાફ-સફાઈનાં કામો દ્વારા ૨૩૫૫૩ લાખ ક્યુબિક ફિટ માટી કાઢવામાં આવી છે તેમજ ૩૩૨૧ કિ.મી.નાં ડ્રેઈન વર્ક પૂર્ણ થયા છે. આના પરિણામે ૧૦૦ લાખ માનવદિન રોજગારીનું નિર્માણ થવા પામ્યું છે અને સમગ્રતયા રાજ્યમાં ૨૩૫૫૩ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવા પામ્યો છે. એટલું જ નહીં આ અભિયાન અન્વયે એક જ દિવસમાં ૪૬૯૯ એક્રાડાવેટર્સ અને ૧૫૨૮૦ ટ્રેક્ટર ડમ્પરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના ૮ હજારથી વધુ ગામોમાં આ અભિયાન જન સહયોગથી ઉપાડીને ચોમાસા પહેલા કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે સારા ચોમાસાને પરિણામે અને આ સુજલામ-સુફલામ જળ અભિયાનની ફલશ્રૃતિએ ૬૨થી વધુ તાલુકાઓમાં ભૂગર્ભજળ ૧થી ૩ મીટર જેટલા ઊંચા આવ્યા છે. આ ગૌરવપૂર્ણ અને સફળ કામગીરીની નોંધ લઈને સ્કોચ પ્લેટિનમ એવોર્ડથી આ યોજનાને સન્માનિત કરવામાં આવી છે. સુજલામ-સુફલામ જળ અભિયાનમાં જળ વ્યવસ્થાપન સંબંધિત અગત્યનાં પહેલુઓ ડિસ્ટ્રીબ્યુટેડ વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ઈન્ટિગ્રેટેડ વોટર મેનેજમેન્ટ, વોટર યુઝ એફિસીયન્સી વગેરેના પ્રદાનને ધ્યાને લઈને આ સ્કોચ પ્લેટિનમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

કડાણા-દાહોદ લિફ્ટ ઈરીગેશન સ્કીમને બેસ્ટ ઈમ્પલીમેન્ટેશન ઓફ વોટર રિસોર્સીસ પ્રોજેક્ટ એવોર્ડ આ યોજના સમયાવધિની પહેલા પૂર્ણ કરવા માટે મળ્યો છે. તદઅનુસાર, આદિજાતિ વિસ્તાર દાહોદ અને મહિસાગર જિલ્લાનાં સિંચાઈથી વંચિત વિસ્તારોને કડાણા જળાશય આધારિત આ લિફ્ટ ઈરિગેશન યોજના રૂ. ૧૦૫૪ કરોડના ખર્ચે સાકાર કરીને લિફ્ટ ઈરીગેશનનો લાભ આપવામાં આવ્યો છે. આ હેતુસર મહિસાગર જિલ્લાનાં સંતરામપુર તાલુકાનાં નાની ક્યાર ગામેથી પાણી ઉદવહન કરીને આ બંને જિલ્લાઓમાં આવેલી નાની સિંચાઈ યોજનાના તળાવો તેમજ હયાત નાળાઓમાં પાણી છોડીને અને ચેકડેમ તથા ગામ તળાવો ભરીને સિંચાઈનો લાભ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું આના પરિણામે ૨૪૭૭૫ એકર જેટલાં વિસ્તારને સિંચાઈનો લાભ મળ્યો છે. આ ઉપરાંત પાંચ મધ્યમ સિચાઈ યોજનાઓના જળાશયોમાં પણ પાણી ભરવાનું આયોજન છે. આ ઉદવહન સિંચાઈ યોજનાથી આદિજાતિ વિસ્તારના ૫૮ ગામ તળાવો, ચેકડેમ, કાંસ વગરેને પાણીથી ભરવામાં આવ્યા છે અને ૨૦૯ ગામો તથા દાહોદ શહેરને પીવાના પાણીનો લાભ મળ્યો છે. આ યોજના માટેનું કામ જૂન-૨૦૨૦ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હતી. પરંતુ જળસંપત્તિ વિભાગના સઘન પ્રયાસો અને પ્રોએક્ટિવ એપ્રોચથી આ યોજના નિર્ધારિત સમય કરતાં વહેલી એટલે કે ડિસેમ્બર-૨૦૧૯માં પૂર્ણ થઈ છે. આ યોજનાથી આદિજાતિ વિસ્તારોના પાંચ હજાર ખેડૂત પરિવારોને ખરીફ અને રવિ એમ બે મોસમ માટે વિશ્વસનીય સિંચાઈ વ્યવસ્થા મળતી થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.