Not Set/ પોલીસ ફાયરિંગમાં આરોપીનું થયું મોત, મહિલાને બંધક બનાવાનો કર્યો પ્રયાસ

લુણાવાડા. લુણાવાડામાં ગત શનિવારની લગભગ મોડી રાત્રે 8 વાગ્યે લુણાવાડા-મહીસાગર પોલીસની ગોળીબારીમાં કુખ્યાત આરોપી સાજીદનું મોત નિપજ્યું હતું. લુણાવાડામાં વોરવો વિસ્તારમાં કુખ્યાત સાજીદે રાત્રે તલવાર લઈને ખુલ્લે આમ ધમાલ મચાવી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા જ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી […]

Top Stories Gujarat India Others
dmfnsjfndszkhdakjhk new 1 પોલીસ ફાયરિંગમાં આરોપીનું થયું મોત, મહિલાને બંધક બનાવાનો કર્યો પ્રયાસ

લુણાવાડા.

લુણાવાડામાં ગત શનિવારની લગભગ મોડી રાત્રે 8 વાગ્યે લુણાવાડા-મહીસાગર પોલીસની ગોળીબારીમાં કુખ્યાત આરોપી સાજીદનું મોત નિપજ્યું હતું. લુણાવાડામાં વોરવો વિસ્તારમાં કુખ્યાત સાજીદે રાત્રે તલવાર લઈને ખુલ્લે આમ ધમાલ મચાવી હતી. સમગ્ર મામલાની જાણ પોલીસને થતા જ પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

પ્રાથમિક તબક્કે પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આરોપી સાજીદે મહિલાને ઘરમાં ઘૂસી બંધક બનાવી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન પોલીસ દ્વારા તેને પકડવાવનો પ્રયાસ કરાતા સાજીદે તલવાર વડે પોલીસ પર હુમલો કર્યો હતો. જેના કારણે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતાં. મામલો ગંભીર હોવાના કારણે પોતાને અને ઉપસ્થિત સ્થાનિક નાગરિકો તથા મહિલાઓને બચાવવા માટે પોલીસને રાઉન્ડ ફાયર કરવાની ફરજ પડી હતી. આ રાઉન્ડ ફાયરિંગમાં કુખ્યાત આરોપી સાજીદ ઘવાયો હતો અને ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતુ.

સમગ્ર ઘટનાં અંગે સંક્ષેપ્તમાં વર્ણન કરતા જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યું હતું કે,

fdslkjhdkf પોલીસ ફાયરિંગમાં આરોપીનું થયું મોત, મહિલાને બંધક બનાવાનો કર્યો પ્રયાસઆરોપી દ્વારા આતંક મચાવતા પોલીસતંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો જેથી ત્રણ પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા. જેથી અંતે સ્થિતિ કાબુમાં લેવાની જરૂર પડતા પોલિસે આરોપી પર ગોળી ચલાવવાની ફરજ આવી બની હતી.”

લુણાવાડા અને આખા પંથકના નામચીન એવા સાજીદ હનીફ ઉર્ફે રાબડીનું શનિવારે રાત્રે અંદાજે મોદી રાત્રે 8 વાગ્યે પોલીસ ગોળીબારમાં મોત નીપજ્યુ હોવાની ઘટના બની છે. લુણાવાડાના વોરવો વિસ્તારમાં એક મહિલાને બંધક બનાવીને આંતક ફેલાવવાનો પ્રયાસ કરનારને પકડવા માટે પહોંચી ગયેલી પોલીસ પર માથાભારે શખ્શે તલવાર વડે હુમલો કરતાં વળતા પ્રહારમાં તે ગોળીએ વિંધાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર લુણાવાડા ખાતે વોરવાડ, જરાતી વાસમાં સાજીદ ઉર્ફે રાબડી આવીને ધમાલ કરી રહ્યો હોવાની પોલીસને જાણ થતાં કેટલાક પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. જેના પગલે સાજીદ એક મહિલાને બંધક બનાવીને એક મકાનમાં લઇ ગયો હતો. આ મકાનમાં ઘુસીને પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં એક પોલીસ કર્મચારી પર તેણે તલવારથી હુમલો કર્યો હતો. જેના પગલે વળતા પ્રહારમાં પોલીસ ટીમ પૈકીના એચ.એન. પટેલે બે રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. જેમાં હુમલાખોર સાજીદ ઘવાયો હતો. જ્યાં તેનુ સ્થળ પર મોત નીપજ્યુ હતુ.