Crime/ સોલા સિવિલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેણે હોસ્પિટલનાં પ્રશાસન અને વહીવટી તંત્રને સવાલોના ઘેરામાં લાવી દીધા છે.

Ahmedabad Gujarat
Electionn 22 સોલા સિવિલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ચોરીનો મામલો સામે આવ્યો છે, જેણે હોસ્પિટલનાં પ્રશાસન અને વહીવટી તંત્રને સવાલોના ઘેરામાં લાવી દીધા છે. સોલા સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઓક્સિજન પાઈપલાઈનની ચોરી થઈ છે.

Crime: શોચ ક્રિયા કરવા જેવી સામાન્ય બાબતમાં ચાર અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

કોરોનાનાં કેસોમાં વધારો થતા સોલા સિવિલનાં 9 માં માળે કોરોના માટેનો ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેને કેસમાં ઘટાડો થતા ફરી બંધ કરી દેવામાં આવ્યો હતો. વોર્ડ બંધ હાલતમાં હોવાથી તસ્કરોએ તકનો લાભ લઈને ઓક્સિજન પાઈપ તેમજ એ.સી.ની કોપર પાઈપની ચોરી કરી હતી. હોસ્પિટલમાં કરાયેલી કોપર પાઈપની ચોરી બાબતે હાલમાં તો હોસ્પિટલનાં કોઈ કર્મચારી કે જાણ ભેદુ હોવાની જ આશંકા સેવાઈ રહી છે.

Election: શા માટે ભાજપને મળી કોર્પોરેશનમાં જંગી લીડ?

પરંતુ અવાર-નવાર થતી આ પ્રકારની ચોરીનાં પગલે હોસ્પિટલ સત્તાધીશોએ પોલીસ ફરિયાદ કરી છે, હોસ્પિટલમાં સુરક્ષાની વ્યવસ્થાઓ હોવા છતા અવાર-નવાર ચોરી થવાથી હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે. નવાઈની વાત તો એ છે કે દરેક ફ્લોર પર દરેક વોર્ડમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક સીસીટીવી બંધ હાલતમાં છે. હોસ્પિટલ દ્વારા cctv માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તેમ છતાં અવાર-નવાર સોલા સિવિલ હોસ્પિટલમાં અનેક ચોરીની ઘટનાઓ બનતી રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ