Not Set/ ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદ શહેરમાં ખુલી ગટરો કચરાથી ખદબદી રહી છે જેમાં પાણીનો નિકાલ ન થતાં ગટરનુ પાણી રોડ પર રેલાઇ રહ્યું છે. લોકોને ગંદા પાણીમાં ચાલવાનો વારો આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. વેપારીઓની દુકાનો હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી મહાત્મા ગાંધી જયંતીના દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓ […]

Top Stories Gujarat Others
mantavya 357 ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદ શહેરમાં ખુલી ગટરો કચરાથી ખદબદી રહી છે જેમાં પાણીનો નિકાલ ન થતાં ગટરનુ પાણી રોડ પર રેલાઇ રહ્યું છે. લોકોને ગંદા પાણીમાં ચાલવાનો વારો આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે.

mantavya 358 ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

વેપારીઓની દુકાનો હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી મહાત્મા ગાંધી જયંતીના દિન નિમિત્તે નગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓ તેમજ પ્રમુખ સદસ્યો સહિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીઓ અને તાયફા કરવામાં આવે છે અને મીડિયા સામે ફોટા પડાવવા વરરાજાની જેમ તૈયાર થઈ જાય છે.

mantavya 359 ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા ને આપવામાં આવતી હોવા છતાં થરાદ નગરપાલિકા સ્વચ્છતા ના નામે ધજીયા ઉડી રહ્યા છે કચરાપેટીઓ ની બાજુમાં કચરાના ઢગલા જોવા મળી આવે છે છતાં નગરપાલિકા ની ઉંઘ ઊડતી નથી.

mantavya 360 ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

ગૌરવપથ રોડ પર આવેલી આઇસીડીએસ ભણસાલી ટ્રસ્ટ હોસ્પિટલના ગેટ આગળજ ગટરનુ ગંદુ પાણી રેલાઇને રોડ પર આવી રહ્યું છે અને ભીંત પર સ્વચ્છતા મારી ફરજ અને સ્વચ્છતા મારો અધિકાર ના સૂત્રો લખાયા છે.

mantavya 361 ભીંત પર ‘સ્વચ્છતાના સૂત્રો અને નર્ક જેવી હાલત, સત્તાધીશો સામે સ્થાનિકોનો રોષ

તારીખ 13 ઓક્ટોબર ના રોજ રાજયમંત્રી પરબતભાઇ ના હસ્તે ડોર ટુ ડોર માટે  લાખો રૂપિયાના વાહનોને લિલી ઝંડી આપી વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તો એ વાહનો ઉપયોગમાં લેવાશે કે કેમ કયાં વપરાતાં હશે એ વાહનો સફાઈ કામદારો હોવા છતાં સફાઈ કરવામાં આવતી નથી.

કર્મચારીઓ અને ચુટાઈ આવેલા સતાધિસો માત્ર પોતાના ચેમબરમાં બેસી પોતાનો રુઆબ બતાવી રહ્યા છે આ બાબતે જિલ્લા કલેક્ટર અથવા તો કમિશનર ઓચિંતી રૂબરૂ મુલાકાત કરે તો થરાદ નગરપાલિકા નો અણઘટ વહીવટ બહાર આવે અને સરકારની ગ્રાન્ટો ક્યાં કેટલી વપરાય છે તેનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે