Not Set/ અનિલ અંબાણી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાંથી કેમ આઉટ થયા,અહીં જાણો કારણ

ગાંધીનગર, ગાંધીનગરમાં મળી રહેલ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ગયા વર્ષે જે મહાનુભવો આવ્યા હતા તેમાંથી કેટલાંક લોકો આ વખતની સમિટમાં નથી.જેમ કે વર્ષ 2003 માં પ્રથમ વાઈબ્રન્ટ સમિટથી ભાગ લઇ રહેલ અનિલ અંબાણી આ વખતે વાઈબ્રન્ટ સમિટથીમાં જોવા મળશે નહીં આ વખતની સમિટમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.એવી રીતે મહાનુભવોના લીસ્ટમાં રતન ટાટા પણ ગાયબ […]

Top Stories Gujarat Trending
uhh 4 અનિલ અંબાણી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાંથી કેમ આઉટ થયા,અહીં જાણો કારણ

ગાંધીનગર,

ગાંધીનગરમાં મળી રહેલ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ગયા વર્ષે જે મહાનુભવો આવ્યા હતા તેમાંથી કેટલાંક લોકો આ વખતની સમિટમાં નથી.જેમ કે વર્ષ 2003 માં પ્રથમ વાઈબ્રન્ટ સમિટથી ભાગ લઇ રહેલ અનિલ અંબાણી આ વખતે વાઈબ્રન્ટ સમિટથીમાં જોવા મળશે નહીં આ વખતની સમિટમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી.એવી રીતે મહાનુભવોના લીસ્ટમાં રતન ટાટા પણ ગાયબ છે.2017ની સમિટમાં રતન ટાટાએ ગ્લોબલ ગુજરાત સમિટના વખાણ કરતું ભાષણ આપ્યું હતું.

ગ્લોબલ ગુજરાત સમિટને લઇને સરકારે જે બિઝનેસમેનઝનું લિસ્ટ જાહેર કહ્યું છે તેમાં અનિલ અંબાણીનું નામ સામિલ કરવામાં આવ્યું નથી. જેને લઈને ચર્ચા થઇ રહી છે કે, રાફેલ ડીલને પગલે બિઝનેસમેનની યાદીમાંથી અનિલ અંબાણીનું નામ ગુમ છે.

અનિલ અંબાણીના નામની બાદબાકી ઘણું સૂચવે છે…

આપને જણાવીએ કે આ મામલે મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી મનોજ દાસે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત એ રાજ્ય માટે ખૂબ જ મહત્વની અને પ્રતિષ્ઠિત ઈવેન્ટ છે. જેના લીધા અમે ખૂબ જ તકેદારી પૂર્વક આમંત્રિત બિઝનેસ લીડર્સના નામનું લિસ્ટ તૈયાર કર્યું છે. એવા કોઈપણ બિઝનેસ લીડર કે જેમના નામથી થોડી ઘણી પણ નેગેટિવિટી આ પ્રોગ્રામમાં આવે તેમને આમંત્રણ આપવાનું ટાળ્યું છે.

ઉલ્લેખનીય છે કે આજકાલ રાફેલ ડીલને મોદી  સરકાર ઘેરાયેલી છે અને આ ડીલને લઈ વિપક્ષ મોદી સરકાર પર અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો હોવાના આરોપો મુકી રહ્યો છે. જેને પગલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાંથી અનિલ અંબાણીના નામની બાદબાકી ઘણું સૂચવી જાય છે.

મહત્વનું છે કે વાઇબ્રન્ટ ગુજરાતની શરુઆતથી જ અનિલ અંબાણી દરેક ફંક્શનમાં સ્ટેજ પર આગલી હરોળમાં જોવા મળ્યા છે અને 2009માં તેમણે જ સૌથી પહેલા ગુજરતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન ગણાવ્યા હતા. ત્યાર બાદ દેશના અન્ય ઉદ્યોગપતિઓએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો હતો.

 અહીં જુઓ આમંત્રિત મહાનુભાવોની લિસ્ટ…

1.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી
2.તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન
3.આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલા
4.અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી
5.ગોદરેજ ગ્રૂપના ચેરમેન શ્રી અદિ ગોદરેજ
6.સુઝલોન એનર્જી લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તુલસી તંતી
7.કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ
8.ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા
9.ભારત ફોર્જના ચેરમેન બાબા કલ્યાણી
10.કોટક મહિન્દ્રા બેન્કના વાઇસ ચેરમેન અને સીઇઓ ઉદય કોટક
11.કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી
12.આઇટીસી લિ.ના મેનેજિંગ ડિરેક્ટર સંજીવ પુરી
13.ભારતી એન્ટરપ્રાઇઝિસના વાઇસ-ચેરમેન અને સીઆઇઆઇના પ્રેસિડેન્ટ રાકેશ ભારતી મિત્તલ
14.હિન્દુસ્તાન સેનિટરીવૅર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના સીએમડી અને ફિક્કીના પ્રેસિડન્ટ સંદીપ સોમાની
15.વેલસ્પન લિ.ના ચેરમેન બી. કે. ગોયેન્કા
16.એચડીએફસીના ચેરમેન દીપક પારેખ
17.સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર
18.ઓએનજીસીના ચેરમેન શશિ શંકર
19.આઇઓસીએલના ચેરમેન સંજીવ સિંહ