congress protest/ દેશમાં સતત વધતી મોંઘવારીને લઈને અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. સૈજપુર…

Top Stories Gujarat
Congress protest

Congress protest: દેશમાં સતત મોંઘવારી વધી રહી છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત શિક્ષણ ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે. ત્યારે મોંઘવારીના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસે પદયાત્રા કાઢી હતી. પદયાત્રામાં મોધવારીના રાક્ષસને દર્શાવવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને નેતાઓ જોડાયા હતા. સૈજપુર બોઘા વોર્ડમાં મોંઘવારી યાત્રા યોજાઇ હતી. યાત્રમાં મોંઘવારીના રાક્ષસનુ બેનર દર્શાવવામાં આવ્યુ હતું. કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂદ્વ સુત્રોચ્ચાર કર્યા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ જણાવ્યુ કે લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે. સામાન્ય જનતા મોંધવારીના ખપ્પરમાં હોમાઇ ગઇ છે. શિક્ષાનુ વ્યાપારીકરણ થતા શાળા કોલેજની ફી વધી છે. સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ કથળી છે. લોકો ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર કરાવવા મજબુર છે.

દુધ, શાકભાજી, અનાજ, કરીયાણુ, પેટ્રોલ, ડિઝલ, સીએનજી, એલપીજી સહિતની વસ્તુનો ભાવ વધારો થયો છે. ભાજપ સરકાર મોંઘવારીને કાબુમાં લેવામાં નિષ્ફળ ગઇ છે. સરકારે સંવેદનશીલતા ગુમાવી દીધી છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદના 48 વોર્ડમાં 101 કિમી પદયાત્રા શરૂ કરાઇ છે. 34 વોર્ડમાં પદયાત્રા પૂર્ણ થઇ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા મોઘવારીના વિરોધમાં વધુ જલ્દી કાર્યક્રમ આપવમાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈ કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કોંગ્રેસ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે. યુવા કોંગ્રેસ હાલ રાજ્યભરમાં ગુજરાત માંગે રોજગાર અભિયાન કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના હેઠળ જિલ્લાઓની રોજગાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Sonia Gandhi Health/ સોનિયા ગાંધીની તબિયત સ્થિર, EDએ સમન્સ જારી કરીને તેમને 23 જૂને હાજર થવા જણાવ્યું

આ પણ વાંચો: Agneepath Scheme/ કંગના રનૌતે ‘અગ્નિપથ સ્કીમ’ને સમર્થન આપ્યું, જૂની સિસ્ટમ સાથે સરખામણી કરી