નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ CSRI NET પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો NTAની સત્તાવાર વેબસાઇટ csirnet.nta.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષામાં હજારો ઉમેદવારોએ હાજરી આપી હતી, જેઓ લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમની રાહ પૂરી થઈ છે અને પરિણામ જાહેર થઈ ગયું છે.
આ રીતે પરિણામ તપાસો
-સૌથી પહેલા NTAની સત્તાવાર વેબસાઇટ csirnet.nta.nic.in પર જાઓ.
-પછી વેબસાઇટના હોમપેજ પર, “ડાઉનલોડ સ્કોરકાર્ડ” લિંક પર ક્લિક કરો.
-તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ દાખલ કરો.
-હવે તમારું CSIR NET 2021 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
-તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો. અંતિમ આન્સર કી પણ ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
આ પણ વાંચો:નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસ પાર્ટીની હાર સ્વીકારી, આમ આદમી પાર્ટીને અભિનંદન
આ પણ વાંચો:આપની સુનામીમાં કેપ્ટન પણ રગદોળાયા : કેપ્ટન અમરિન્દર સિંહ પટિયાલા શહેરી બેઠક બચાવી શક્યા નહીં
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલ ભાજપ માટે મોટો પડકાર, AAP કોંગ્રેસનું સ્થાન લેશે : રાઘવ ચઢ્ઢા