Not Set/ જાણો, PM મોદીની ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ માત્ર એક ક્લિક પર

અમદાવાદ, ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન, વી એસ હોસ્પિટલના નવા સંકુલનું લોકાર્પણ કરવાના અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ ઘણા બધા કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ રાજ્ય સરકારની અનેક યોજનાઓનું લોકાર્પણ પણ કરવાના છે. મહત્વનું છે કે, 18 થી 20  જાન્યુઆરી […]

Ahmedabad Top Stories Gujarat Trending
modi 7 જાણો, PM મોદીની ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ માત્ર એક ક્લિક પર

અમદાવાદ,

ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન, વી એસ હોસ્પિટલના
નવા સંકુલનું લોકાર્પણ કરવાના અનેક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

આ મુલાકાત દરમિયાન તેઓ ઘણા બધા કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ રાજ્ય સરકારની અનેક યોજનાઓનું લોકાર્પણ પણ કરવાના છે.

મહત્વનું છે કે, 18 થી 20  જાન્યુઆરી દરમિયાન ગુજરાત વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે, જેમાં PM
મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

જાણો, પીએમ મોદીની ગુજરાત મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ :

17 જાન્યુઆરી :

– બપોરે 12.25 કલાકે દિલ્લીથી અમદાવાદ આવવા રવાના.
– બપોરે 1.55 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન.
– એરપોર્ટથી ગાંધીનગર હેલિકોપ્ટર મારફતે પહોંચશે.
– 2.20એ ગાંધીનગર હેલીપેડ પર PMનું આગમન.
– 2.25 વાગે બપોરે ગ્લોબલ ટ્રેડ શો સેકટર 17 ખાતે આગમન.
– 2.30થી 3.30 સુધી અહી ઉદઘાટન અને મુલાકાત.
– 3.35 વાગે બાય રોડ અમદાવાદ જવા રવાના.
– 4 વાગે વી એસ હોસ્પિટલ પહોંચશે.
– 4 થી 5.15 સુધી વી એસ હોસ્પિટલના નવા સંકુલનો લોકાર્પણ સમારોહ, સુવિધાઓ નિહાળશે.
– 5.20 વાગે વી એસ હોસ્પિટલથી વલ્લભ સદન રિવરફ્રન્ટ રવાના.
– 5.30 થી 6.30 સુધી સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન.
– 6.35 વાગે ગાંધીનગર માટે રવાના.
– 7.00 વાગે સાંજે મહાત્મા મંદિર પહોંચશે.
– 7.30 સુધી પી એમ લૌંજમાં આરક્ષિત સમય.
– 7.30 થી 9 રાત્રે મહાનુભાવો સાથે વિચાર વિમર્શ.
– 9.05 વાગે રાત્રે મહાત્મા મંદિરથી રાજભવન રવાના.
– 9.15 થી રાજભવન ખાતે રાત્રી રોકાણ.

18 જાન્યુઆરી :

– 8.20 સવારે રાજભવનથી રવાના.
– 8.30 વાગે મહાત્મા મંદિર આગમન.
– 8.30 થી 9.45 સુધી મહાનુભાવો સાથે વિચાર વિમર્શ.
– સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન
સમારોહમાં હાજરી.
– બપોરે 1થી 1.30 આરક્ષિત સમય.
– 1.30 થી બપોરે 2.30 લંચ.
– અઢી વાગ્યાથી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય મહાનુભાવો
સાથે વન ટુ વન ટેબલ બેઠક.
– સાંજે 5:30 થી 6:30 સુધી આંતરાષ્ટ્રીય ફંડના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક.
– સાંજે 6.40 થી 7.20 સુધી દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો’નો
પ્રારંભ કરાવશે.
– 7.30 થી 8.30 મહાનુભાવો સાથે ગાલા ડિનર.
– 8.35 વાગે દાંડી કુટીરથી રાજભવન રવાના.
– 8.45 રાત્રે રાજભવન  પહોંચશે અને રાત્રિ રોકાણ

19 જાન્યુઆરી :

– સવારે 11 વાગે રાજભવનથી બાય રોડ અમદાવાદ એરપોર્ટ રવાના.
– 11.30 વાગે અમદાવાદ થી સુરત એરપોર્ટ રવાના.
– 12.25 બપોરે સુરત એરપોર્ટ આગમન.
– 12.25 વાગે હેલિકોપ્ટર દ્વારા સુરતથી સેલવાસ જવા રવાના.