Not Set/ PM મોદીને ડિવાઇડર ઇન ચીફ બતાવનાર લેખકનું OCI કાર્ડ રદ્દ

ભારતીય ગૃહ મંત્રાલયે જરૂરી માહિતી છુપાવવાનાં કારણે લેખક અને પત્રકાર આતિશ તાસીરની ઓસીઆઇ (ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા) નું સ્ટેટસ રદ્દ કરી દીધુ છે. બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીરે કથિત રીતે સરકારથી તેમના પિતા પાકિસ્તાની મૂળનાં હોવાની જાણકારી છુપાવી હતી. ત્યારબાદ આ પગલુ ભરવામા આવ્યુ હતુ. Mr. Aatish Ali Taseer, while submitting his PIO application, […]

Top Stories World
Aatish Taseer PM મોદીને ડિવાઇડર ઇન ચીફ બતાવનાર લેખકનું OCI કાર્ડ રદ્દ

ભારતીય ગૃહ મંત્રાલયે જરૂરી માહિતી છુપાવવાનાં કારણે લેખક અને પત્રકાર આતિશ તાસીરની ઓસીઆઇ (ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા) નું સ્ટેટસ રદ્દ કરી દીધુ છે. બ્રિટનમાં જન્મેલા લેખક આતિશ અલી તાસીરે કથિત રીતે સરકારથી તેમના પિતા પાકિસ્તાની મૂળનાં હોવાની જાણકારી છુપાવી હતી. ત્યારબાદ આ પગલુ ભરવામા આવ્યુ હતુ.

ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર, સિટીઝનશિપ એક્ટ 1955 મુજબ, તાસીરને ઓસીઆઈ કાર્ડ માટે ગેરલાયક ઠેરવવામાં આવેલ છે, કારણ કે જેના માતાપિતા અથવા દાદા દાદી પાકિસ્તાની હોય તેને ઓસીઆઈ કાર્ડ આપવામાં આવતું નથી અને તેમણે આ  વાતને છુપાવી રાખી હતી.

પ્રવક્તાએ કહ્યું હતું કે, તાસીર (38) સ્પષ્ટ રીતે તેની મૂળભૂત જરૂરિયાતોને પૂર્ણ કરી નથી અને માહિતીને છુપાવી હતી. સિટીઝનશિપ એક્ટ મુજબ જો કોઈ વ્યક્તિએ છેતરપિંડી, બનાવટ કરી અથવા તથ્યો છુપાવીને ઓસીઆઈ કાર્ડ મેળવ્યું છે, તો ઓસીઆઈ કાર્ડ ધારક તરીકેની નોંધણી રદ્દ કરવામાં આવશે અને તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ઉપરાંત, ભવિષ્યમાં તેના ભારતમાં પ્રવેશ પર પ્રતિબંધ હશે. તાસીર પાકિસ્તાનનાં દિવંગત નેતા સલમાન તાસીર અને ભારતીય પત્રકાર તવલીન સિંહનાં પુત્ર છે.

પ્રવક્તાએ એ પણ નકારી કાઠી કે, ટાઇમ મેગેઝિનમાં લેખ લખ્યા બાદ સરકાર તાસીરનું ઓસીઆઈ કાર્ડ રદ્દ કરવાની વિચારણા કરી રહી છે. આ લેખમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા થઈ હતી. વળી ગૃહ મંત્રાલયનાં નિવેદન પર, તાસીરે ટ્વિટર પર કહ્યું કે, તેમને જવાબ આપવા માટે 21 દિવસ નહીં, 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.