ભારત જોડો ન્યાય યાત્રા/ પશ્ચિમ બંગાળ: ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર પથ્થરમારો, રાહુલ ગાંધીની કારના તૂટ્યા કાચ, ‘અમારી યાત્રા રોકાશે નહી’ કોંગ્રેસ નેતાના દાવો

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાને કોંગ્રેસ નેતાઓ દ્વારા વખોડવામાં આવી. જ્યારે તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ બંગાળને બદનામ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો.

Top Stories India
YouTube Thumbnail 85 1 પશ્ચિમ બંગાળ: 'ભારત જોડો ન્યાય યાત્રા' પર પથ્થરમારો, રાહુલ ગાંધીની કારના તૂટ્યા કાચ, 'અમારી યાત્રા રોકાશે નહી' કોંગ્રેસ નેતાના દાવો

પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે બુધવારે અજાણ્યા લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળની બારીના કાચ તૂટી ગયા હતા. સદનસીબે રાહુલને ઈજા થઈ ન હતી.

भारत जोड़ो न्याय यात्रा के दौरान मालदा में राहुल गांधी के काफिले पर हमला.

અધીર રંજન ચૌધરીએ બંગાળમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પર થયેલ પથ્થરમારાની ઘટનાનો વખોડી હતી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધી જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા તેની પાછળની બારીનો કાચ પથ્થરબાજી બાદ તૂટી ગયો હતો… આ અસ્વીકાર્ય છે.” આ હુમલો માલદાના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં ત્યારે થયો જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં ફરી રહી હતી. બીજી તરફ કોંગ્રેસના સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેતે નિવેદન જારી કરીને કહ્યું કે ખોટા સમાચાર અંગે સ્પષ્ટતા જરૂરી છે. સુપ્રિયાએ જણાવ્યું કે રાહુલને મળવા માટે મોટી ભીડ આવી હતી. એક મહિલા અચાનક તેને મળવા આગળ આવી ત્યારે કારને અચાનક રોકવી પડી હતી. સુરક્ષા કોર્ડનમાં વપરાતા દોરડાથી કારની વિન્ડશિલ્ડ તૂટી ગઈ હતી. રાહુલ જી ન્યાયની લડાઈ ખંતથી લડી રહ્યા છે અને આ દેશ તેમની સાથે ઉભો છે એટલું જ નહીં, તેમને સુરક્ષિત પણ રાખશે.

સોશિયલ મીડિયા ચીફ સુપ્રિયા શ્રીનેતેના નિવેદન બાદ TMCએ અધીર રંજન ચૌધરીને આડેહાથ લીધા છે. તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસના નેતા પર ખોટી માહિતી ફેલાવીને બંગાળને બદનામ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. TMC IT સેલના વડા દેવાંશુ ભટ્ટાચાર્યએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીના કાફલાની બંગાળમાં નહીં, પરંતુ બિહારમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે બિહારના કટિહાર જિલ્લામાં રોડ શો સાથે તેમની “ભારત જોડો ન્યાય યાત્રા” ફરી શરૂ કરી. પાર્ટીના એક નેતાએ કહ્યું કે કટિહારમાં રાત્રિ આરામ કર્યા બાદ ગાંધીએ સવારે 11.30 વાગ્યાની આસપાસ યાત્રા શરૂ કરી છે. જે માલદા થઈને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે તેવી ધારણા છે.

14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આસામથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી હતી. આ પછી, બે દિવસના વિરામ દરમિયાન, ગાંધી નવી દિલ્હી પરત ફર્યા. રાહુલ ગાંધીની ન્યાયા યાત્રા 31 જાન્યુઆરીએ માલદા થઈને પશ્ચિમ બંગાળમાં ફરી પ્રવેશી અને મુર્શિદાબાદમાંથી પસાર થઈને 1 ફેબ્રુઆરીએ રાજ્યમાં પ્રવેશ કરશે. યાત્રા દરમિયાન 67 દિવસમાં 6,713 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે અને તે 15 રાજ્યોના 110 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા 20 કે 21 માર્ચે મુંબઈમાં પૂરી થશે.


આ પણ વાંચોઃ  

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ