Not Set/ અબ્બાસી લાલચોળ કહ્યું “ઇમરાનને મગજની સારવાર કરાવવી જોઇએ”

પાકિસ્તાનનાં પૂર્વ PM લાલચોળ થઇ ગયા. અકળાયેલ પૂર્વ PM અબ્બાસીએ પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાને  પોતાનાં મગજની સારવાર કરાવવાનું સુચન કરી દીધુ છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનનાં વર્તમાન PM ઇમરાન ખાને મંગળવારે મધરાતે દેશને સંબોધન કર્યુ હતું. અને મધરાતે દેશને સંબોધીત કરવાનાં નિર્ણયને કારણે PM ઇમરાન ખાન દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ માટે અળખામણા […]

Top Stories World
imran abbasi અબ્બાસી લાલચોળ કહ્યું "ઇમરાનને મગજની સારવાર કરાવવી જોઇએ"

પાકિસ્તાનનાં પૂર્વ PM લાલચોળ થઇ ગયા. અકળાયેલ પૂર્વ PM અબ્બાસીએ પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન ઈમરાન ખાને  પોતાનાં મગજની સારવાર કરાવવાનું સુચન કરી દીધુ છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનનાં વર્તમાન PM ઇમરાન ખાને મંગળવારે મધરાતે દેશને સંબોધન કર્યુ હતું. અને મધરાતે દેશને સંબોધીત કરવાનાં નિર્ણયને કારણે PM ઇમરાન ખાન દેશની તમામ વિપક્ષી પાર્ટીઓ માટે અળખામણા બની ગયા હતા.

imran2 અબ્બાસી લાલચોળ કહ્યું "ઇમરાનને મગજની સારવાર કરાવવી જોઇએ"

ઇમરાન ખાન દ્રારા રાષ્ટ્ર જોગ સંબોઘનમાં પાકિસ્તાનની આર્થિક બાબતને લઇને વાત કરવામા આવી હતી. ઇમરાનનાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ(નવાઝ)નાં 10 વર્ષનાં કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનનાં દેવામાં જબરજસ્ત વધારો થયો છે. અને આજ કારણથી ઉચ્ચ સ્તરીય તપાસ મંડળની રચના કરવામા આવી રહી છે. ઇમરાન ખાનનાં જણાવ્યા પ્રમાણે બનેનાં શાસન કાળ દરમ્યાન એટલે કે છેલ્લા 10 વર્ષમાં પાકિસ્તાન પર 24,000 અબજ રૂપિયાનું દેવું થઈ ગયું છે.

abbasi1 અબ્બાસી લાલચોળ કહ્યું "ઇમરાનને મગજની સારવાર કરાવવી જોઇએ"

ઇમરાનનાં મધકરાતે રાષ્ટ્ર જોગ સંબોધનનાં કારણે ઇમરાન આ બે મુખ્ય રાજનૈતિક પાર્ટી સિવાય અન્ય રાજકીય પાર્ટીઓના નિશાના પર પણ આવી ગયા છે. અને આ મામલે  હવે તો વિપક્ષ પણ વડાપ્રધાનનાં મગજની તપાસ કરવા માટેની માગ કરવા લાગ્યું છે. પાકિસ્તાનમાં વિપક્ષના નેતા અને પૂર્વ PM શાહિદ અબ્બાસીએ ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તેમના મગજની સારવાર કરાવવા માટે એક સમિતિ રચવી જોઈએ.

imran abbasi2 અબ્બાસી લાલચોળ કહ્યું "ઇમરાનને મગજની સારવાર કરાવવી જોઇએ"

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પાકિસ્તાન સંસદનાં વિરોધ પક્ષનાં નેતા અને મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ અબ્બાસીએ કહ્યું કે, વડાપ્રધાનની માનસિક સારવાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય મંડળની રચના કરવી જોઈએ કારણ કે દેશના ઈતિહાસમાં આ પહેલા આવું ક્યારેય નથી થયું કે  દેશના કોઈ વડાપ્રધાને કટાણે દેશનું સંબોઘન કર્યું હોય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.