Not Set/ ખુશખબર! સોનું ફરી થયું સસ્તું, હવે આટલી થઇ નવી કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં ભારે ઘટાડાને કારણે દેશના ઘરેલુ બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. શુક્રવારના રોજ પણ સોનાની કિંમતોમાં સતત ચોથી વાર ઘટાડો જોવા મળ્યો છે. ગુરવારના રોજ સોનાના 10 ગ્રામના ભાવ 250 રૂપિયા બોલાતા હતા. શુક્રવારે સોનાની કિંમત વિશે વાત કરીએ તો દિલ્હીના ઝવેરીબજારમાં સોનું 150 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ ગ્રામ 32470 […]

Top Stories India Business
Gold prices ખુશખબર! સોનું ફરી થયું સસ્તું, હવે આટલી થઇ નવી કિંમત

આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતોમાં ભારે ઘટાડાને કારણે દેશના ઘરેલુ બજારમાં પણ તેની અસર જોવા મળી રહી છે. શુક્રવારના રોજ પણ સોનાની કિંમતોમાં સતત ચોથી વાર ઘટાડો જોવા મળ્યો છે. ગુરવારના રોજ સોનાના 10 ગ્રામના ભાવ 250 રૂપિયા બોલાતા હતા.

શુક્રવારે સોનાની કિંમત વિશે વાત કરીએ તો દિલ્હીના ઝવેરીબજારમાં સોનું 150 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ ગ્રામ 32470 રૂપિયા બોલાઇ રહ્યું હતું. જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.37,770 પર સ્થિર હતા.

દિલ્હીના ઝવેરીબજારમાં મંગળવારના રોજ 99.9 ટકા શુદ્વતાવાળુ સોનું 150 રૂપિયાના ઘટાડા સાથે 32470 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું. જ્યારે 99.5 ટકા શુદ્વતા ધરાવતા સોનાના ભાવ 32300 રૂપિયા બોલાઇ રહ્યા હતા. આઠ ગ્રામની ગીનીના ભાવ 26,400 રૂપિયા બોલાઇ રહ્યા છે.

નિષ્ણાતોના મતે અમેરિકાની અર્થવ્યવસ્થા ફરીથી મજબૂત થઇ રહી છે. જેને કારણે અમેરિકી ડોલરને ફાયદો થયો છે. બીજી તરફ રોકાણકારોએ પણ સોનામાંથી નાણાંને હવે શેરબજારમાં રોક્યા છે. જેને કારણે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં કડાકો બોલી ગયો છે. ઘરેલુ માંગમાં પણ મંદ રહેવાથી સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે.

ચાંદીના ભાવમા જો કે ખાસ ફેરફાર નથી. ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.37700ના ભાવ પર સ્થિર છે. જ્યારે તૈયાર ચાંદી હાલમાં 36,308 ના ભાવે ખરીદી શકાય છે.