Not Set/ પાલનપુર: ડસ્ટબીનમાં કાગળ નાખવા જેવી બાબતે સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર

પાલનપુર, પાલનપુરની વિદ્યામંદિર શાળામાં  માસૂમ વિધાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા હતો. વિદ્યામંદિરની ઈંગ્લીશ મીડિયમ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. ડસ્ટબીનમાં કાગળ નાખવા જેવી બાબતે નાની વાતે વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીને પગ તેમજ હાથ ઉપર મેહુલ પરમાર નામના શિક્ષકે માર માર્યો […]

Top Stories Gujarat Trending Videos
nxal 10 પાલનપુર: ડસ્ટબીનમાં કાગળ નાખવા જેવી બાબતે સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર

પાલનપુર,

પાલનપુરની વિદ્યામંદિર શાળામાં  માસૂમ વિધાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યા હતો. વિદ્યામંદિરની ઈંગ્લીશ મીડિયમ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો.

ડસ્ટબીનમાં કાગળ નાખવા જેવી બાબતે નાની વાતે વિદ્યાર્થીને માર માર્યો હતો. વિદ્યાર્થીને પગ તેમજ હાથ ઉપર મેહુલ પરમાર નામના શિક્ષકે માર માર્યો હતો જેમાં વિદ્યાર્થીના હાથ-પગ પર કાળાચકામાં બાઝી ગયા હતા.

વિદ્યાર્થીના મિત્રો દ્વારા પરિવારને થઈ જાણ થતા વિદ્યાર્થીના પરિવારજનોએ શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.