દારૂબંધી મુદ્દે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતએ કહ્યું છે કે, હું વ્યક્તિગત રૂપે દારૂબંધીનું સમર્થન કરું છું, એક વખત તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો અને પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો. આઝાદી પછી ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં દારૂનો વપરાશ સૌથી વધુ છે, ઘરે- ઘરે દારૂ પીવાય છે. આજ મહાત્મા ગાંધીના ગુજરાતની પરિસ્થિતી છે. કોઈ ઠોસ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી માત્ર કાગળ પર દારૂબંધીનો કોઈ જ મતલબ નથી.
રાજસ્થામાં દારૂબંધીની માંગને લઈને મુખ્યમંત્રી અશોક ગહલોતે ઉપરોક્ત નિવેદન આપ્યું છે. તેના ઉત્તમ ઉદાહર તરીકે તેમણે ગાંધીજી ની જન્મભૂમિ એવા ગુજરાત તરફ જ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું હતું કે, આઝાદી બાદથી જ ગુજરાતમાં દારૂ બંધી છે, પરંતુ સૌથી વધૂ દારૂ ગુજરાતમાં જ પીવાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન માં છેલ્લા ઘણા સેમીથી દારૂબંધીની માંગ ઉઠી રહી છે. અને અંગે પ્ત્ર્કરોમાં સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હું દારૂ બંધીનું સમર્થન કરું છું. અગાઉ એકવાર પ્ર્તિબંધ મૂક્યો પણ હતો. પરંતુ તે કારગર ના નિવડ્યો અને પછી પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“MantavyaNews” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.