ભાવનગર/ મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતી નિમિતે ભાવનગર જિલ્લામાં પદયાત્રા યોજાશે: મનસુખ માંડવીયા

ગાંધીનગર, ગાંધી મૂલ્યો અને બુનિયાદી શિક્ષણની થીમ પર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ યાત્રા ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકામાંથી પસાર થશે. આ યાત્રામાં જે ગામો સાંકળી લેવામાં આવ્યા છે, તે ગામડામાં સફાઈ, મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ સઁકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન, કૃષિ માર્ગ […]

Top Stories Gujarat Others Videos

ગાંધીનગર,

ગાંધી મૂલ્યો અને બુનિયાદી શિક્ષણની થીમ પર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ યાત્રા ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકામાંથી પસાર થશે.

આ યાત્રામાં જે ગામો સાંકળી લેવામાં આવ્યા છે, તે ગામડામાં સફાઈ, મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ સઁકલ્પ, ગ્રામ્ય કારીગરોનું સન્માન, કૃષિ માર્ગ દર્શન શિબિર, જેવા રચનાત્મક કાર્યક્રમ પણ કરવામાં આવશે, ગાંધીજી એ બતાવેલા 11 મહાવ્રતોના આધાર પર “11 મહાવ્રત સભાઓ” જેમાં દેશના શ્રેષ્ઠ વક્તાઓ પણ હાજર રહેશે યાત્રા દરમિયાન દરરોજ રાત્રે મોટા સંસ્કૃતિક કાર્યક્રમ રહેશે.