ગાંધીનગર/ અનામત શ્રેણીના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદામાં વધારો : પ્રદીપ પરમાર

બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉપર જાહેરા કરતાં મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યુ હતું કે, અનામત શ્રેણીમાં આવતા લોકોને મળતી શિષ્યવૃતિમાં આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
શિષ્યવૃતિમાં અનામત શ્રેણીના વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિના
  • અનામત શ્રેણીમાં શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા વધારી
  • 2.5 લાખના સ્થાને 6 લાખ કરાય આવક મર્યાદા
  • મંત્રી પ્રદીપ પરમારે કરી મહત્વની જાહેરાત

મહામાનવ ભારત રત્ન બાબાસાહેબ ની આજે જન્મજયંતી છે. અને આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા સામાજિક રીતે પછાત લોકો મોટી જાહેરાત કરવામાં આવી છે. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉપર જાહેરા કરતાં મંત્રી પ્રદીપ પરમારે જણાવ્યુ હતું કે, અનામત શ્રેણીમાં આવતા લોકોને મળતી શિષ્યવૃતિમાં આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આજના દિવસે શિષ્યવૃત્તિ માટે 6 લાખની આવક મર્યાદાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના માટે રૂપિયા 50 કરોડ રૂ.ખર્ચ કરવામાં આવશે. જે આ કેટેગરીમાં આવતા હોય તે તમામ લોકો ને 6 લાખ ની આવક મર્યાદા નો લાભ મળશે. નોધનીય છે કે અગાઉ આ મર્યાદા 2.5 લાખની હતી.

સહાય, લોન, શિષ્યવૃત્તિ માં આ લાભ મળશે. રાજયના આશરે 1 લાખ લોકો ને આ લાભ મળશે. SC, OBC, EBC લઘુમતી સમાજના લાભાર્થીઓને  આ લાભ મળશે.

ગુજરાત હાઇકોર્ટ / 2036 ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરતું ગુજરાત, પરંતુ …