કચ્છ/ નશાનો કારોબાર કરતા બે શખ્સ ઝડપાયા, પૂર્વ કચ્છ SOGને મળી સફળતા

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ માદક પદાર્થના જથ્થા સાથે બે  ઈસમને ઝડપી પાડ્યા છે.

Top Stories Others
YouTube Thumbnail 5 2 નશાનો કારોબાર કરતા બે શખ્સ ઝડપાયા, પૂર્વ કચ્છ SOGને મળી સફળતા

kutch News: ગુજરાતમાં યુવાધનને ડ્રગ્સ દ્વારા બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ડ્રગ્સની હેરાફેરી, ડ્રગ્સનું સેવન અને ડ્રગ્સનું વેચાણ ગુજરાતમાં મોટાપાયે થતું હોવાનું ખુલી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ માદક પદાર્થના જથ્થા સાથે બે  ઈસમને ઝડપી પાડ્યા છે.

જણાવીએ કે, પોલીસ મહાનિરીક્ષક જે.આર. મોથલીયા, સરહીદ રેંજ ભુજ/કચ્છ તેમજ પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામમાં ફેકી અને માદક પદાર્થના સેવન, ફેરાફેરી,વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થ સેવનના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી.ટીમને મળેલ બાતમીના આધારે ભચાઉ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટી PWD ક્વાટર્સની બાજુમાં રહેતા ચાંદ મોહમ્મદ મામુખા શૈલી અને છોટુરીસિંહ કરણસિંહ ચંપાવતને ઝડપી પાડ્યા છે. પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો મળી આવ્યો.

આ પહેલા પણ મુન્દ્રા, માંડવી, ભુજ, ગાંધીધામ માંથી અવારનવાર ગાંજો ઝડપાઇ ચુકયો છે. કચ્છમાં દારૂ પછી હવે ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક છે. નશાને રવાડે ચડતી નવી પેઢીને રોકવાનો પડકાર પોલીસ ઉપરાંત સમાજ સામે પણ છે.

અગાઉ ખંભાત શહેરના અકબરપુરા લીમડા શેરી મદાર નગર ખાતે ગાંજાનું વેચાણ કરતા એક શખસને આણંદ એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા શખસ સુરત તરફથી ગાંજો વેચાણ અર્થે લાવતો હોવાનું કબુલ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો