ICSE, ISC Semester 1 નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ CISCE ની વેબસાઈટ cisce.org પર પોતાનું પરિણામ જોઈ શકશે.ડિસેમ્બરમાં, ટર્મ 1 ICSE, ISC પરીક્ષા આપનાર ઉમેદવારો માટે કોમ્પ્યુટર જનરેટેડ માર્કશીટ આપવામાં આવશે, માર્કશીટમાં ઉમેદવારોની સંખ્યા અને સેમેસ્ટર-1 પરીક્ષાનો સ્કોર (ISC, ICSE term-1 Mark Sheet) આપવામાં આવશે. પાસિંગ સર્ટિફિકેટની સાથે, ટર્મ-2 પરીક્ષા પૂર્ણ થયા પછી સંપૂર્ણ વર્ષની માર્કશીટ જારી કરવામાં આવશે.
આ પણ વાંચો: આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ, ઓનલાઇન વર્ગો પણ યથાવત્ રહેશે
ICSE અને ISC વર્ષ 2021-22 સેમિસ્ટર 1 પરીક્ષાનું પરિણામ કાઉન્સિલના કરિયર પોર્ટલ પર, કાઉન્સિલની વેબસાઈટ પર અને એસએમએસ દ્વારા વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એસએમએસ માધ્યમથી પરિણામ મેળવવા માટે ઉમેદવારે સાત આંકડાના વિશિષ્ટ આઈડી સંખ્યા ટાઈપ કરીને 09248082883 નંબર પર મોકલી શકે છે. તમામ વિષયોમાં અંકવાળા પરિણામ ઉમેદવારને રજિસ્ટર્ડ મોબાઈલ પર મોકલી દેવાશે.
SMS દ્વારા કેવી રીતે ચેક કરશો પરિણામ?
જે વિદ્યાર્થીઓએ ટર્મ 1 ICSE, ISC પરીક્ષા આપી છે. તેમના CISCE સેમેસ્ટર 1નું પરિણામ પણ SMS દ્વારા તપાસવામાં આવે છે. આ કરવા માટે, તમારે ફોન પર CISCE <space><unique id> લખવું પડશે અને તેને 09248082883 પર મોકલવું પડશે. ICSE ટર્મ 1 પરિણામ 2021 અને ISC ટર્મ 1 પરિણામ 2021 ની ઘોષણા પછી. પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની ડિજિટલ માર્કશીટ કાઉન્સિલ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાના પરિણામો હેઠળ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, કાઉન્સિલ સેમિસ્ટર 1 પરીક્ષાના પરિણામની કોઈ કોપી બહાર પાડશે નહીં. જો કે, પરિણામ ઓનલાઈન ટ્રાન્સ્ક્રિપ્ટ્સ સ્વરૂપે શાળાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે. બોર્ડ પરીક્ષા માટે ઉપસ્થિત રહેનારા ઉમેદવારોને કમ્પ્યુટરવાળી માર્કશીટ જારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: નાણા વસૂલીના આરોપ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલીના એંધાણ!
આ પણ વાંચો:કોરોનાના કેસ ઘટતાની સાથે જ રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન,જાણો વિગત