Political/ રાહુલ ગાંધીએ ચન્નીને ગરીબનો દીકરો કહ્યુ, પણ શું ખરેખર તે ગરીબ છે? જાણો

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસનાં મુખ્યમંત્રી પદનાંં ઉમેદવાર હશે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે તેમના નામની જાહેરાત કરી છે.

Top Stories India
11 68 રાહુલ ગાંધીએ ચન્નીને ગરીબનો દીકરો કહ્યુ, પણ શું ખરેખર તે ગરીબ છે? જાણો

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ચરણજીત સિંહ ચન્ની કોંગ્રેસનાં મુખ્યમંત્રી પદનાંં ઉમેદવાર હશે. કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે તેમના નામની જાહેરાત કરી છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ ચન્નીને ‘ગરીબનો દિકરો’ કહ્યો હતો.

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

રાહુલ ગાંધીએ કહ્યું કે, ચન્નીજી ગરીબ ઘરનાં દીકરા છે, ગરીબીને સમજે છે અને ગરીબીમાંથી બહાર આવ્યા છે. પણ શું ચન્ની ખરેખર ગરીબ છે? વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં ચન્નીએ પોતાની પાસે 9.45 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જોકે, 2017ની સરખામણીમાં 2022માં ચન્નીની સંપત્તિમાં ઘટાડો થયો છે. 2017 માં ચન્ની પાસે 14.51 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. મુખ્યમંત્રી ચન્નીનાં એફિડેવિટ મુજબ તેમની પાસે 2.62 કરોડની જંગમ સંપત્તિ છે. વળી, 6.82 કરોડથી વધુની સ્થાવર સંપત્તિ છે. ચન્ની પાસે રૂ. 1.50 લાખ અને તેમની પત્ની ડો. કમલજીત કૌર પાસે રૂ. 50,000 રોકડા છે. વળી, ચન્નીનાં બેંક ખાતામાં 78.49 લાખ રૂપિયા અને તેમની પત્નીનાં બેંક ખાતામાં 12.76 લાખ રૂપિયા જમા છે. આ સિવાય ચન્ની પાસે 32.57 લાખ રૂપિયાની ટોયોટા ફોર્ચ્યુનર કાર છે, જે તેમણે 2018માં ખરીદી હતી. તેમની પત્ની પાસે પણ કાર છે. જેમાંથી એક કારની કિંમત 15.78 લાખ રૂપિયા છે, જ્યારે બીજી કારની કિંમત 30.21 લાખ રૂપિયા છે.

આ પણ વાંચો – શ્રદ્વાંજલિ / રાજ્યસભામાં સ્વર કોકિલા લતા મંગેશકરને આપવામાં આવી શ્રદ્વાંજલિ,વેંકૈયા નાયડુએ શોક સંદેશ વાંચ્યો

આ સાથે ચન્ની પાસે 10 લાખ રૂપિયા અને તેમની પત્ની પાસે 54 લાખ રૂપિયાની જ્વેલરી છે. ચન્નીએ પેટ્રોલ પંપમાં 26.67 લાખ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. ચન્ની પાસે ખેતી અને બિનખેતીની જમીન સિવાય પણ ઘણા બંગલા છે. ચન્નીએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પર 63.29 લાખ રૂપિયા અને તેમની પત્ની પર 25.06 લાખ રૂપિયાની લોન છે.